અમદાવાદ

ઘોડાસરમાં દારુના નશામાં ધૂત બે ભાઇએ કોઇપણ કારણ વગર સોસાયટીમાં પડોશમાં રહેતી મહિલા અને તેના પતિ તથા દિકરીને જાહેરમાં માર માર્યો હતો આ બનાવ અંગે સોસાયટીમાં હોબાળો મચી જવા પામ્યો હતો. ઇસનપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
 
૫૪ વર્ષની મહિલાએ પડોશમાં રહેતા બે સગા ભાઇ સામે ફરિયાદ નોંધાવી છે કે અગિયારસ હોવાથી મહિલા સોસાયટીમાં પરિચિતના ઘરે ફરાળ કરીને રાતે ૯.૩૦ વાગે  ઘરે આવતી હતી આ સમયે દારુના નશામાં ધૂત બનીને આવી રહેલા બે ભાઇેએ કાઇપણ કારણ વગર મહિલા કંઇ સમજે તે પહેલા પીઠના ભાગે તથા ખભા પર માર માર્યો હતો.બુમાબુમ થતાં પતિ અને દિકરી છોડાવવા વચ્ચે પડતાં પતિને લોફો મારીને હુમોલ કર્યા બાદ  દિકરીને પણ માર માર્યો હતો આ સમયે બુમાબુમ થતાં સોસાયટીના લોકો આવી ગયા હતા. હુમલો કરીને બન્ને ભાઇ ભાગી ગયા હતા.