શૈક્ષણિક સંસ્થાના છાત્રો સારવાર માટે ગયા બાદ ઘટના ગણતરીના સમયમાં આરોપીની ધરપકડ બાદ જેલ હવાલે ઘટનાથી લોકોમાં આરોપી સામે રોષની લાગણી ભભૂકી ઊઠી સાવરકુંડલામાં શૈક્ષણિક સંકુલના બે છાત્રો સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ગયા બાદ એક શખ્સ ફોસલાવીને બાઈક પર અપહરણ કરીને લઈ ગયા હતો અને પોતાની વાસના સંતોષવા માટે બન્ને છાત્રો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું . ઘટનાના પગલે લોકોમાં આરોપી સામે રોષની લાગણી ભભૂકી ઊઠી છે . પોલીસે આરોપીની ધરપકડ કરીને જેલ હવાલે કર્યો છે .સાવરકુંડલા પોલીસ મથકમાં નોંધાયલી ફરિયાદ મુજબ સાવરકુંડલામાં આવેલા એક શૈક્ષણિક સંકુલના બે છાત્રો શહેરની કે . કે . મહેતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા . દરમિયાન આ જ હોસ્પિટલમાં સારવાર માટે આવેલો અને શહેરમાં ખાદી કાર્યાલય વિસ્તારમાં રહેતો ૨૧ વર્ષનો શખ્સ શની હિંમતભાઈ ચૌહાણ પોતાની મોટર સાઈકલ પર બે બાળકોને બેસાડીને શહેરમાં બાયપાસ પાસે નિર્જન વિસ્તારમાં લઈ ગયો હતો અને બન્ને બાળકોને માર મારીને પોતે કહે તેમ ન કરે તો પતાવી દેવાની ધમકી આપી હતી અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી પોતાની વાસના સંતોષી હતી .
રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા / અમરેલી