ઠાસરા ખેડા 

ઠાસરા નગરપાલિકા વિસ્તારમાં આવેલા ધારી ગલ્લા તેમજ છાપરા ના દબાણો હટાવી દેવા માટે થોડા દિવસ પહેલા ઠાસરા નગરપાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી.

ઠાસરા વિસ્તારમાં આવેલા નડતરરૂપ અને બિન નડતરરૂપ સરકારી જમીન પર બાંધેલા કાચા પાકા બાંધકામો તેમજ લારી ગલ્લા દુકાનો લોકોએ સ્વેચ્છીક લારી ગલ્લા છાપરા પથારા અને પાકી દુકાનો નાં પતરા હટાવી દીધાં.

ઠાસરા નગરપાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી જેમાં છેલ્લી તારીખ 22 જાન્યુઆરી આપેલ હોવાથી તે પહેલા સ્થાનિકો દ્વારા મોડી રાત્રે પોત પોતાના લારી ગલ્લા છાપરા હટાવી દીધા.

જેના પગલે લારી ગલ્લા  છાપરો બાંધી પથારી પર શાકભાજી પાન બીડી મસાલા ચા નાસતા નાં ધંધો કરતાં ગરીબ લોકો ની રોજી રોટી છીનવાઈ ગઇ હવે જોવાનું એ રહ્યું કે ઠાસરા નાગર પાલિકા ગરીબ મધ્યમ વર્ગ નાં લોકો ની રોજી રોટી માટે કેવી વ્યવસ્થા કરશે.