બગસરા પોલીસ સ્ટેશન જી.અમરેલી શ્રી અશોકકુમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ ભાવનગરનાઓએ રેન્જના જીલ્લાઓમાં પ્રોહી તથા જુગારની બદી નાબુદ કરવા સુચના આપેલ હોય જે અન્વયે શ્રી હિમકરસિંહ સાહેબ પોલીસ અધિક્ષક , અમરેલી નાઓ અમરેલી જીલ્લામાથી દારૂ તથા જુગારની બદીને નેસ્તાનાબુદ કરવા તેમજ આવા દારૂની તથા જુગારની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના આપેલ હોય તેમજ શ્રી જે.પી.ભંડારી સાહેબ નાયબ પોલીસ અધીક્ષક અમરેલી નાઓના આ બાબતે જરૂરી માર્ગદર્શન હેઠળ શ્રી ડી.વી.પ્રસાદ સાહેબ પો.ઇન્સ . બગસરા પોલીસ સ્ટેશન નાઓની ટીમ દ્રારા બગસરા પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૯૨૨૦૪૬૯/૨૦૨૨ જુગાર ધારા કલમ ૧૨ મુજબનો ગુન્હો રજી . થયેલ હોય જેમાં બગસરા અમરેલી રોડ પર આવેલ ધુડશીયા દાદાના મંદિર પાસેના વિસ્તારમાં ઇસમો જાહેરમા ગંજીપત્તાના પાના તથા પૈસા વડે તીન પતિ નામનો હારજીતનો જુગાર રમી રમતા રોકડા રૂ . ૩૫૧૫૦ / -ના જુગાર લગત સાહિત્ય સાથે આઠેક ઇસમો પકડી પાડેલ હોય જે અનુસંધાને ઉપરોકત નંબર થી ગુન્હો રજી કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે . કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ- આ કામના આરોપીએ જાહેરમા ગંજીપત્તાના પાના તથા પૈસા વડે તીનપતિ નામનો હારજીતનો જુગાર રમી રમતા રોકડા રૂ .૩૫૧૫૦ / - તથા ગંજીપત્તાના પાના નંગ - પર કિ . રૂ . ૦૦/૦૦ મળી કુલ કિ . રૂ . ૩૫૧૫૦ / -ના જુગાર લગત મુદ્દામાલ સાથે આઠેય ઇસમો પકડાઇ જઇ ગુન્હો કરેલ હોય આરોપી : ( ૧ ) ભાવેશભાઇ રમેશભાઇ પટોળીયા ઉ.વ .૩૦ ધંધો . વેપાર રહે . બગસરા નવા જીનપરા , તા.બગસરા , જી.અમરેલી ( ૨ ) મનુભાઇ આંબાભાઇ સેખડા ઉ.વ .૭૦ ધંધો.નિવૃત રહે.નવા જીનપરા , તા.બગસરા , જી.અમરેલી ( ૩ ) વીજયભાઇ વિઠ્ઠલભાઇ હિરપરા ઉ.વ .૩૧ ધંધો વેપાર રહે.બગસરા કુકાવાવ નાકે તા.બગસરા , જી.અમરેલી ( ૪ ) વિપુલભાઈ રવજીભાઇ સતાસીયા ઉ.વ .૩૯ ધંધો.વેપાર રહે.બગસરા નવા જીનપરા , તા.બગસરા , જી.અમરેલી ( ૫ ) રમણીકભાઇ નારણભાઇ હીરપરા ઉ.વ .૪૫ ધંધો ખેતી રહે.બગસરા કુકાવાવ નાકે , તા.બગસરા , જી.અમરેલી ( ૬ ) જેન્તીભાઈ રવજીભાઈ કસવાળા ઉ.વ .૫૦ ધંધો.ખેતી રહે.ચારણપીપળી , તા.બગસરા , જી.અમરેલી ( ૭ ) દિનેશભાઈ મનજીભાઈ હિરાણી ઉ.વ .૫૨ ધંધો.ખેતી રહે.બગસરા નવા જીનપરા , તા.બગસરા , જી.અમરેલી ( ૮ ) મીતભાઇ ધીરેન્દ્રભાઇ હિરાણી ઉ.વ .૨૩ ધંધો.વેપાર રહે.બગસરા બંગલી ચોક બગસરા , તા.બગસરા , જી.અમરેલી આ કામગીરીમાં બગસરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી.વી.પ્રસાદના માર્ગદર્શન હેઠળ અનાર્મ હેડ કોન્સ દાદભાઇ બળસટીયા , હેડ કોન્સ . શીવરાજભાઇ ખાચર , હેડ કોન્સ . રવીદાન ગઢવી હેડ કોન્સ . સેજલબેન જોષી , પો.કોન્સ . સંજયભાઇ ખાડક , પો.કો. મહેન્દ્રભાઇ ડાભી , પો.કો. જયદીપભાઇ ભરવાડ , પો.કો. કરણસિંહ રાઠોડ નાઓ પોલીસ સ્ટાફ જોડાયેલ હતા . રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા અમરેલી