◆ એન.એસ.એસ.ની વિદ્યાર્થીનીએ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નામ નોંધાવ્યું....

◆ ૧૪ મિનિટમાં ૮ ક્રાંતિવીરોના પોર્ટ્રેટ્સ બનાવીને અનોખો રેકોર્ડ સર્જયો....

ગોધરાની જાણીતી શેઠ પી.ટી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં માઈક્રોબાયોલોજી વિષય સાથે બી.એસ.સી.સેમ.પાંચમાં અભ્યાસ કરતી તેમજ એન.એસ.એસ.માં વોલેન્ટિયર તરીકે કાર્યરત ભૂમિ પરમારે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત તેમજ ૧૫' મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ખાસ ક્રાંતિવીરોના પોર્ટ્રેટ બનાવ્યા હતા. દેશ માટે જેમણે પોતાની જાતને કુરબાન કરી હોય એવા ક્રાંતિવીરોના કુલ ૮ પોર્ટ્રેટ માત્ર ૧૪ મિનિટમાં બનાવી એક અનોખો રેકોર્ડ સર્જયો હતો. જે ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા નોંધાયો હતો આ પ્રસંગે ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા ભૂમિ પરમારને પ્રશંસા પત્ર એનાયત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ ડો.એમ.બી પટેલ, માઈક્રોબાયોલોજી વિભાગના ડો.પી.વી.ધારાણી ઉપરાંત એન.એસ.એસ. વિભાગના પ્રોગ્રામ ઓફિસર અને આસિસ્ટન્ટ પ્રોફેસર બોટની ડો.રૂપેશ નાકરે કોલેજનું નામ રોશન કરવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરામાંથી એન.એસ.એસ. વિભાગ તેમજ અન્ય વિભાગો તરફથી પણ ભૂમિને ખુબ ખુબ શુભકામનાઓ આપવામાં આવી હતી.ભૂમિએ આપેલા એન.એસ.એસ. વિભાગમાંથી રાજ્ય કક્ષાએ પણ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીને રીપ્રેઝન્ટ કરીને સુંદર પ્રદર્શન કર્યુ હતું.