જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કેન્દ્રીય મંત્રીના આગમનને લઈને યોજાઈ પત્રકાર પરિષદ
પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજરોજ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોરના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઇ હતી.જેમાં આગામી 21 અને 22 ઓગસ્ટના રોજ પાટણ ખાતે આવી રહેલા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલના આગમનને લઈને કાર્યક્રમની રૂપરેખા આપવામાં આવી હતી.21 મી ઓગસ્ટના રોજ સવારે 10:00 વાગે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના હેલિપેડ ખાતે કેન્દ્રીય મંત્રીનું આગમન થશે અને ત્યારબાદ પાટણ લોકસભાની કોર કમિટીની બેઠક, જિલ્લા પદાધિકારી તથા મંડળ પ્રભારી મંડળ પ્રમુખ,મહામંત્રીઓ સાથે બેઠક, પ્રદેશકક્ષાના તમામ પદાધિકારીઓ, કારોબારી સભ્યો જિલ્લા મોરચાના પદાધિકારીઓ તથા સેલ વિભાગના સંયોજક-સહસંયોજક સાથે બેઠક, ત્યારબાદ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે બેઠક,સહકારી ક્ષેત્રના અગ્રણીઓ સાથે બેઠક,યુવા મોરચા તથા આઇટી સેલ સોશિયલ મીડિયાના પદાધિકારીઓ સાથે બેઠક યોજી સાંજે 6:30 વાગે સંઘ કાર્યાલય પાટણ ખાતે વિચાર પરિવાર સાથે સમન્વય બેઠક યોજાય છે,રાત્રે સમરસ ભોજન પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દેવજીભાઈ પરમારના ત્યાં કરી રાત્રે સર્કિટ હાઉસ રોકાણ કરશે.22 મી ઓગસ્ટ સવારે વર્લ્ડ હેરિટેજ રણકીવાવ મુલાકાત, પટોળા મ્યુઝિયમ મુલાકાત અને નગરદેવી કાળકા માતાના દર્શન પછી 10:30 વાગે ભદ્રાડા ગામે બક્ષીપંચ સમાજના આગેવાનો સાથે બેઠક,યુનિવર્સિટી હોલ ખાતે લાભાર્થીઓ સાથે બેઠક,જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મહિલા મોરચા સાથે ટિફિન બેઠક બપોરે બે થી ત્રણ કલાક કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી પત્રકાર પરિષદ યોજાશે આમ કેન્દ્રીય મંત્રીના સમગ્ર કાર્યક્રમની રૂપરેખા જિલ્લા ભાજપ મહામંત્રી ભાવેશભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી આ બેઠકમાં પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર પણ પહોંચી રહ્યા હતા