મ્હે.અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિંમકરસિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે પી ભંડેરી સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાંથી જુગાર / દારૂની બદી દુર કરવાં માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરી જુગાર / દારૂની કડક કાર્યવાહી કરવાં સુચના અને માર્ગદર્શન આપેલ , જે અન્વયે શ્રાવણીયા જુગાર સબબ પો.સબ ઇન્સ શ્રી પી એ જાડેજા લાઠી પો.સ્ટે.ની સુચના અને માર્ગદર્શન નીચે લાઠી પો.સ્ટે.ની ટીમ એ લાઠી ટાઉન મા ખાડીયાર નગર વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતા કુલ -૦૯ પતા પ્રેમીઓને રોકડા રૂ .૧૫૧૫૦ / - ના મુદામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂધ્ધમાં લાઠી પો.સ્ટે.માં જુગારધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે . પકડાયેલ આરોપીની વિગત ( ૧ ) ભરતભાઇ રાઘવભાઇ સોલંકી ( ર ) ભાવેશભાઇ ભરતભાઇ રંગપરા , ( ૩ ) ભાવેશભાઇ સતીશભાઇ સોલંકી ( ૪ ) વીશાલભાઇ પરશોતમભાઇ શીયાળ ( ૫ ) ભરતભાઇ ચુનીભાઇ ( ૬ ) કમલેશભાઇ ભરતભાઇ મકવાણા ( ૭ ) ભાવેશભાઇ શરદભાઇ મકવાણા ( ૮ ) રાહુલભાઇ જગદીશભાઇ રંગપરા ( ૯ ) નીતીનભાઇ રમેશભાઇ જેઠવા રહે . તમામ લાઠી , જી . અમરેલી
રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા / અમરેલી