સમગ્ર જિલ્લામાં જન્માષ્ટમી પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાય રહી છે જન્માષ્ટમીના આઠમના આ તહેવારમાં સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ગુજરાત ભરમાં અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે આજે દર વર્ષની જેમ અમરેલી શહેરમાં પણ જન્માષ્ટમી નિમિતે રાજમાર્ગો પર રથયાત્રા પસાર થઈ હતી. અહીં વિવિધ સંસ્થા અને રાજકીય અગ્રણીઓ જોડાયા હતા. આવી જ રીતે રાજુલા શહેરમાં વર્ષોથી ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના કારણે અહીં હજારોની સંખ્યામાં ધર્મપ્રેમી જનતા જોડાય છે. શહેર અને આસપાસ રાજુલા જાફરાબાદ વિસ્તારના ગામડાના લોકો પણ આ રથયાત્રામાં જોડાતા હોય છે. ત્યારે વહેલી સવારથી બપોર સુધી મુખ્યમાર્ગો ઉપર રથયાત્રા વિવિધ ફ્લોટ સાથે નીકળી ચોક વિસ્તારમાં મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો.

સમગ્ર રથયાત્રા દરમિયાન પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો અમરેલી અને રાજુલા શહેરમાં અને કેટલાક મોટા ગામડામાં જન્માષ્ટમી નિમિતે રથયાત્રાઓ હવે નીકળી રહી છે. જેના કારમે ધાર્મિક કાર્યક્રમો અને ઉજવણીઓમાં પોલીસ દ્વારા તમામ ગતિવિધિ ઉપર નજર રાખી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાઈ છે. અમરેલી શહેરમા ધારાસભ્ય પરેશ ધાનાણી સહિત નેતાઓ રથયાત્રામાં જોડાયા અને રાજુલા શહેરમાં ધારાસભ્ય અંબરીષ ડેર,પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકી સહિત રાજકીય અગ્રણીઓ આ રથયાત્રા દરમ્યાન જોવા મળ્યા હતા. આમ આજે ધાર્મિક ઉલ્લાસથી સમગ્ર વિસ્તાર છવાયુ છે.

વિપુલ મકવાણા અમરેલી