મહારાષ્ટ્રની આર્થિક રાજધાની મુંબઈમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે,અહીં બોરીવલી પશ્ચિમના સાંઈબાબા નગરમાં ચાર માળની ઈમારત ધરાશાયી થઈ છે.
આ ઘટનાને પગલે સ્થળ પર ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
રાહત કાર્ય ચાલી રહ્યું છે. ઈમારતના કાટમાળ નીચે અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. હાલ ઘાયલ કે મૃતકોની સંખ્યા હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. રાહત ટીમો બચાવ કાર્યમાં લાગી ગઈ છે.
મુંબઈમાં ચાર માળની ઇમારત ધરાશાયી,અનેક લોકો દબાયાની આશંકા,બચાવ કાર્ય ચાલુ
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2022/08/nerity_7942c7bb3bef743bc6b244d12b1068cd.webp)