રાજસ્થાનમાં 14 ઓગસ્ટના દિવસે રાજસ્થાનના ઝાલોરમાં એક દલિત બાળકે શિક્ષકના માટલામાં પાણી પીતા શિક્ષકે બાળકને ઢોર માર મારતા મોત નિપજ્યો હતો જેના પડઘા સમ્રગ દેશમાં પડ્યા હતા સમ્રગ ઘટનાને પગલે દલિત સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને રાજસ્થાનના મુખ્યમંત્રી આ બાબતે રાજીનામું તેવા સૂત્રોચાર સાથે ગુજરાતમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું હજું રાજસ્થાનમાં બનેલી દુભાગ્યપૂર્ણ ઘટનાની શાહી સુકાઇ નથી
બીજી તરફ ઉત્તરપ્રદેશમાંથી ક્રૂરતાપૂર્વક કિસ્સો પ્રકાશમા આવ્યો છે જયાં બાળકે શાળાની સામાન્ય ફી 250 ન ભરતા શિક્ષકે ગડદાપાટુની માર મારી બાળકનો મોત નિપજવ્યો હતો. ઘટનાને પગલે સમ્રગ પંથકમાં સનસનાટી મચી જવા પામી છે.
આં અંગે મૃતકના મોટા ભાઇએ જણાવ્યુ હતું મારા ભાઇએ શાળામાં સમયસર ફી ન ભરતા માર મારવામાં આવ્યો હતો અમે 250 રૂપિયા ઓનલાઇન ભરી દીધા હતા પરંતુ શિક્ષકને આની જાણ ન હોવાથી મારા ભાઇને ખૂબ જ બેરેહમીથી માર માર્યો હતો જેમાં મારો ગંભીર ઇજાગ્રસ્ત તાત્કલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો જયાં વિદ્યાર્થી હાથ અને આંતરિક રક્તસ્રાવ ગંભીર ઇજા પહોંચતા બહરાઇચમાં સારવાર દરમિયાન વિદ્યાર્થીનું મોત નિપજ્યુ હતું.
આ બનાવી માહિતી શ્રીવાસ્તી જિલ્લાના SP અરિવંદ કુમાર મૌર્ય જણાવ્યુ સિરસિયા વિસ્તારમાં એક 13 વર્ષીય ધો 3માં ભણતો વિદ્યાર્થીની 17 ઓગસ્ટ બહરાઇચ હોસ્પિટલમાં મૃત્યું નિપજ્યુ હતુ તેના કાકાની ફરિયાદમાં કહેવામાં આવ્યુ છે કે 8 ઓગસ્ટે તેના શાળા શિક્ષકે વિદ્યાર્થીના માર માર્યો હતો જે કેસ દાખલ કરવામાં આવ્યુ હતુ અને તપાસ અત્યારે ચાલુ છે અને દોષિત હશે તેની સામે કડક પગલા લેવાની પણ વાત તેમણે કરી છે