ગુજરાતના પ્રખ્યાત બિલ્કીસ બાનો બળાત્કાર કેસના દોષિતોની મુક્તિ પર, AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસીએ ગુજરાત અને કેન્દ્ર સરકારની આકરી ઝાટકણી કાઢી છે. ઓવૈસીએ કહ્યું- ‘આપણે અલ્લાહનો આભાર માનવો જોઈએ કે કમસેકમ ગોડસે ને તો ફાંસી આપવામાં આવી.’

ઓવૈસીએ એક નિવેદન જારી કરીને આરોપ લગાવ્યો છે કે ગુજરાતથી કઠુઆ સુધીના બળાત્કારીઓની સાથે ઊભા રહેવાની ભાજપની નીતિ રહી છે. જ્યારે કેટલાક લોકોની જાતિ તેમના અપરાધની ઘોરતાને ધ્યાનમાં લીધા વિના જેલમાંથી મુક્ત થઈ શકે છે, ત્યારે કેટલાક અન્ય લોકોની જાતિ અથવા ધર્મ ને લઈ પુરાવા વિના જેલમાં રાખવા માટે પૂરતું કારણ હોઈ શકે છે.
AIMIMના વડા ઓવૈસીએ ગુજરાત બીજેપી ધારાસભ્ય સીકે ​​રાઉલજીની ટિપ્પણી પર ઝાટકણી કાઢી હતી. રાજુલ ગુજરાત સરકારની એ સમિતિના ભાગ હતા જેઓએ બિલકિસ બાનો ગેંગ રેપ કેસમાં દોષિતોને મુક્ત કરવાની ભલામણ કરી હતી. રાઉલજીએ તો ત્યાં સુધી કહ્યું કે કેટલાક ગુનેગારો બ્રાહ્મણો છે જે ‘સંસ્કારવાન’ હોય છે.

ગુજરાતના ગોધરાના ભાજપના ધારાસભ્ય સીકે ​​રાઉલજી કહયુ હતું કે બિલ્કીસ બાનો પર બળાત્કારના દોષિત 11 લોકો બ્રાહ્મણ હતા અને સારા સંસ્કાર ધરાવતા હતા.
અમને ખબર નથી કે તેણે ગુનો કર્યો છે કે નહીં, પરંતુ તેઓને ફસાવવાનો ઈરાદો પણ હોઈ શકે છે.
તમને જણાવી દઈએ કે ગોધરાકાંડ બાદ 2002ના ગુજરાત રમખાણો દરમિયાન બિલ્કીસ બાનો પર સામૂહિક બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા પામેલા તમામ 11 દોષિતોને સોમવારે ગોધરા સબ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. ગુજરાત સરકારે તેમની માફી નીતિ હેઠળ તેમની મુક્તિને મંજૂરી આપી હતી