પાવીજેતપુર શ્રીમતી વી આર શાહ સાર્વજનિક હાઇસ્કુલ માં એસવીએસ કક્ષાનું પાવીજેતપુર તેમજ બોડેલી તાલુકાની ૩૭ જેટલી શાળાઓનું ગણિત, વિજ્ઞાન, પર્યાવરણ પ્રદર્શન , ૨૦૨૨/૨૩ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શાળાના બાળકોએ ભાગ લીધો હતો. આ સમયે નવીન બનેલા છોટાઉદેપુરના ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવાએ ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે તેમજ બાળ વિજ્ઞાનીઓ અવનવું જાણે, સાથે સાથે નવા પ્રયોગો કરી સમાજને આધુનિકતાથી વધુમાં વધુ કેવી રીતે ફાયદો પહોંચાડી શકાય તે અંગે શીખે તેવા હેતુસર દર વર્ષે એસવીએસ કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે તે મુજબ જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન વડોદરા અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી છોટાઉદેપુરના સંયુક્ત ઉપક્રમે પાવીજતપુરની અગ્રેસર શાળા શ્રીમતી વી આર સહાર્વજનિક હાઈસ્કૂલમાં આચાર્યશ્રી સંજય શાહના માર્ગદર્શન હેઠળ એસ વી એસ કક્ષાનું પાવીજેતપુર અને બોડેલી તાલુકાની કુલ ૩૭ જેટલી શાળાઓનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં ૭૪ જેટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લઈને સાચા અર્થમાં વિજ્ઞાનનું જીવનમાં મહત્વ ઉજાગર કર્યું હતું. અલગ અલગ પાંચ વિભાગની કુલ ૩૭ જેટલી કૃતિઓએ વિજ્ઞાનના વિવિધ ક્ષેત્રોને આવરી લીધા હતા. ઉપસ્થિત બાળ વિજ્ઞાનીઓને પ્રોત્સાહિત કરવા માટે છોટાઉદેપુરના નવનિયુક્ત ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવા, કેળવણી મંડળના સદસ્યો, ડીઈઓ કચેરીમાંથી પધારેલ કેળવણી કાર બાળ વિજ્ઞાનીઓને પ્રેરણા પૂરી પાડી અને શ્રેષ્ઠ કૃતિઓને પ્રોત્સાહિત કરી હતી.
આ સમયે નવીન બનેલા છોટાઉદેપુરના ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા તેમજ નિવૃત્ત થયેલ કારકુન ચંદુભાઈ રાઠવા, હાઈસ્કૂલના નિવૃત્ત થયેલ કર્મચારી જગાભાઈ રાઠવા જેઓ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બન્યા હોય ત્યારે આ તમામનું સાલ ઓઢાળી સન્માન કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ ઉપસ્થિત બાળ વિજ્ઞાનીઓને વધુ આગળ વધવા શુભેચ્છા પાઠવી હતી.
આમ, પાવીજેતપુર શ્રીમતી વી આર શાહ સાર્વજનિક હાઇસ્કુલ માં પાવીજેતપુર તાલુકો તેમજ બોડેલી તાલુકાના ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાનું સન્માન કરવામાં આવ્યું હતું.