અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટનામાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. જયાં કેટલાક કાર ચાલકો પુરઝડપે વાહનો હંકારી લોકોને અડફેટે લેતા હોય છે ફૂલ સ્પીડની મજા અમુક વખત અન્ય લોકો માટે મોતની સજા બનતી હોય છે જેના લઇ અનેક નિર્દોષને જીવ ગુમાવાનો વારો આવતો હોય છે અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી છે જયાં રાત્રિ દરમિયાન પૂરપાટે આવી રહેલા ઔડી કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા યુવકનું કમકમાટીભર્યુ મોત નિપજ્યુ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના સુભાષબ્રિજ RTO ખાતે મોડી રાત્રે ઔડી કારચાલકે બેદરકારી રીતે પુરપાટે કાર હંકારી પસાર થઇ રહ્યો હતો તે દરમિયાન સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા રોડ પરથી પસાર થઇ રહેલા બાઇકચાલકને અડફેટે લેતા બાઇકને જોરદાર ટક્કર વાગતા દુર સુધી ફંગોળાઇ હતી જયાં યુવકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મોત નિપજ્યુ હતુ અકસ્માત સર્જી કારચાલક કાર લઇ ફરાર થઇ ગયો હતો.
પોલીસના પ્રાથમિક તપાસ સામે આવ્યો છે કે મૃતક બાઇક ચાલકનું નામ યશ ગાયકવાડ છે જે વિશાલામાં આવેલી હોટલ કેશિયર તરીકે નોકરી છે તે નોકરી પરથી પોતાના ઘર તરફ પરત ફરી રહ્યો હતો તે દરમિયાન પુરઝડપે પસાર થઇ રહેલી ઔડી કારે જેનું નંબર GJ_ 1-RP -0774 નંબરની કારે અકસ્માત સજર્યો હતો ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અકસ્માતનું ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે તેમજ સુભાષબ્રિજ પર લાગેલા સીસીટીવમાં સમ્રગ અકસ્માતના દશ્ય કેદ થયા છે જે અંગે પોલીસ કારચાલકની ઓળખ છે જેમાં રોહન કુમાર નામનો વ્યકિત કાર માલિક હોવાનું સામે આવ્યો છે