સુરતમાં એડવોકેટ મહેલુ બોઘરાએ TRB જવાનના સુપરવાઇઝરની હપ્તારાજની કરતૂત ઉઘાડી પાડતા TRB જવાન વિફર્યો હતો અને મેહુલ બોઘરા પર તેના પાસે રહેલી લાકડી સાથે તૂટી પડ્યો હતો જેમાં મેહુવ બોઘરાને ગંભીરઇજા પહોંચી હતી સુરતના કેનાલ રોડ બનેલી ઘટનાની સમ્રગ ગુજરાતમાં ચકચાર મચી જવા પામી છે મેહલુ બોઘરા પર હુમલો કરનાર TRB જવાન સાજન ભરવાડની પોલીસે દ્રારા અટકાયત કરવામાં આવી છે. તેમજ હુમલો કરનાર TRB જવાન સામે સરથાણા પોલીસે 307 કલમ અંતર્ગત હત્યાનું પ્રયાસ અંગે ગુનો નોંધવામાં આવ્યો છે તેમજ 3 પોલીસ કર્મી સહિત 6 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
ગતરોજ મેહુલ બોઘરાના સમર્થનમાં પાસ નેતા અલ્પેશ કથિરીયા સહિત વિવિધ સંગઠનોના લોકો મોટી સંખ્યમાં સરથાણા પોલીસ મથકનો ઘેરાવ કર્યો હતો અને સુરત બાર એસોશિયેન પત્ર જાહેર કર્યો છે જેમાં આરોપી તરફે બચાવ માટે વકીલાત પત્ર ફાઇલ ન કરવા વકીલોએ કરી રજૂઆત કરી છે એડવાકેટ મેહુલ બોઘરા વિરુદ્ર પણ ફરિયાદ નોંધવામાં આવી છે અંગે એડવાકેટ મેહુલ બોઘરાએ જણાવ્યુ કે મારા વિરુદ્ર બનાવટી ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં તેમણે જણાવ્યુ કે લાઇવ સાજન ભરવાડ યુનિફોર્મ વગર દેખાય છે અને પોતે સરથાણા પોલીસ સ્ટેશન જઇ યુનિફોર્મ ફાડી મારી સામે ફરિયાદ નોંધવે છે અને પોલીસ પ્રશાસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠાવ્યા હતા એટલી બોગસ એફ આઇ આર હું મારી કારકિર્દી પહેલી વખત જુઓ છું મારા પર એટ્રોસિટીની ફરિયાદ કરી છે અને હું ફરિયાદીને ઓળખતો પણ નથી અને પોલીસ ખોટી ફરિયાદ નોંધી દે તે પણ ખૂબ જ દુખદ બાબત છે જેણે એફ આઇ આર બનાવટી નોંધી છે એને પણ છોડવાના નથી હાઇકોર્ટ જઇશું અને કાયદકીય કાર્યવાહી કરીશું અને બનાવટી એફ આઇ આર કરનાર પણ છોડીશું નહી