રાજ્યમાં રોડ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ છતાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં રોડ તૂટી ગયા છે અને તે માટે રોડની ગુણવત્તા ઉપર સવાલ ઉઠી રહયા છે,વરસાદમાં પણ ટક્કર લઈ શકે તેવા રોડનું કામ શામાટે કરવામાં આવતું નથી તે મામલે સવાલો ઉભા થયા છે ત્યારે ગુજરાતના માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ રોડ તૂટવા પાછળનું કારણ મૌસમની બદલાયેલી પેટર્ન જવાબદાર હોવાનું જણાવી દીધું છે.
ગુજરાતમાં રસ્તાઓની હાલત ખુબજ ખરાબ છે. રાજ્યનું કોઇ એવું શહેર નહીં હોય જયાં રસ્તાઓ તુટેલા ન હોય.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
દરમિયાન મંત્રી પૂર્ણેશ મોદીને પત્રકારોએ કરેલા આ સવાલના જવાબ માં તેમણે કહ્યુ કે, જુઓ, આ કુદરતી પ્રક્રિયા છે. દર વખતે ચોમાસાની આખી સિઝનમાં 50થી 60 ઇંચ વરસાદ પડતો હોય છે, પરંતુ છેલ્લાં દિવસોમાં જ 50થી 60 ઇંચ વરસાદ પડી ગયો છે. મતલબ કે વરસાદની પેટર્ન બદલાઇ છે એટલે રસ્તાઓ તૂટી ગયા છે.
આમ,તેઓના આ નિવેદન ઉપર લોકોની જુદી જુદી પ્રતિક્રિયા આવી રહી છે
પૂર્ણેશ મોદીએ ગીર સોમનાથ
જિલ્લામાં નિવેદન આપ્યું હતું કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં વરસાદ અનિશ્ચિત થઇ ગયો છે અને આખી સિઝનમાં પડતો 50થી 60 ઇંચ વરસાદ માત્ર બે કે ત્રણ દિવસમાં પડી જાય છે તેથી રસ્તા તૂટી જાય છે અને આ સ્વાભાવિક પ્રક્રિયા છે. મોદીએ આ સાથે કહ્યું કે રસ્તાના સમારકામ માટે અમે બેઠક બોલાવી છે અને ઝડપથી તે થાય તેમ કરીશું.
આ અગાઉ પણ પૂર્ણેશ મોદીએ ગયા વર્ષે પણ ચોમાસામાં ખરાબ થયેલાં રસ્તા બાબતે કહ્યું હતું કે ચોમાસાની પેટર્ન બદલાવાથી આમ થાય છે.
દરમિયાન બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારે રાજ્યભરના તૂટેલા રોડ ઝડપથી રિપેરિંગ કરવાની કામગીરી કરવા માટે માર્ગ અને મકાન વિભાગને આદેશ કર્યા છે.