ભારત દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના સુપોષિત ભારત અભિયાન તેમજ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને હિન્દુ યુવા વાહીનીના ભારત દેશના મુખ્ય સંરક્ષક યોગી શ્રી આદિત્યનાથજી મહારાજની વિચારધારા અને સંગઠનના ઉદ્દેશો અનુસાર સશક્ત મહિલા અને સાક્ષર બાળક,સ્વસ્થ ભારત અંતર્ગત બાળકો અને મહિલાઓમાં કુપોષણની સમસ્યાઓને દૂર કરવા તેમજ સહી પોષણ દેશ રોશનના સૂત્ર હેઠળ હિન્દુ યુવા વાહીની દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યભરમાં ઠેર ઠેર કુપોષણ મુક્ત બાળક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત આજરોજ હાલોલ તાલુકાના ઘટક એક માં આવતા 77 અને ઘટક બે માં આવતા 106 કુપોષિત બાળકો મળી કુલ 189 કુપોષિત બાળકોને હિંદુ યુવા વાહીની તેમજ તાલુકાની આઈ.સી.ડી.એસ. શાખાના સહયોગથી દર મહિને પોષણયુક્ત આહારની કિટ આપી શસકત કરવાના ઉદ્દેશ્યને અનુલક્ષીને આજ રોજ હાલોલ તાલુકા પંચાયતના હોલ ખાતે હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારની અધ્યક્ષતામાં કુપોષિત મુક્ત બાળક અભિયાન હેઠળ કુલ 189 બાળકોને પોષક તત્વો યુક્ત ન્યુટ્રિશન પ્રોટીન પાવડરના ડબ્બાનું વિતરણ કરાયું હતું આ પ્રસંગે પંચમહાલ જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર મયુરધ્વજસિંહ પરમાર,હાલોલ તાલુકા વિકાસ અધિકારી તેજલબેન રાણા, તાલુકા પંચાયતના પ્રમુખ કનુભાઈ રાઠોડ, તાલુકા ભાજપ પ્રમુખ પ્રવિણસિંહ પરમાર હિન્દુ યુવા વાહીનીના જિલ્લા પ્રમુખ પરેશભાઈ બેલદાર,જિલ્લા મહામંત્રી વિનોદભાઈ પુરાણી,હાલોલ તાલુકા પ્રમુખ કલ્પેશભાઈ ગોસ્વામી તેમજ મયંક વરિયા સહિત અન્ય હોદ્દેદારો અને આઈ.સી.ડી.એસ. શાખાની કર્મચારીઓ બહેનો સહિત આંગણવાડીની બહેનો તેમજ મોટી સંખ્યામાં બાળકો સાથે માતા ઉપસ્થિત રહી હતી જ્યાં ઉપસ્થિત તમામ મહાનુભવોના વરદ હસ્તે 189 જેટલા બાળકોને પ્રોટીન યુક્ત કિટનું વિતરણ કરી તેઓને દર માસે પોષણયુક્ત આહાર કીટ આપી સહી પોષણ દેશ રોશનના સૂત્રને સાર્થક કરી કુપોષિત બાળકોને સુપોષિત કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો.
હિન્દુ યુવા વાહિની અને ICDS શાખા દ્વારા કુપોષણ મુક્ત બાળક અભિયાન અંતર્ગત તાલુકાના 189 કુપોષિત બાળકોને પ્રોટીન યુક્ત પોષણ કીટ વિતરણ કરાઈ.
![](https://storage.googleapis.com/nerity.com/uploads/updates/photos/2023/10/nerity_4521b5fd36b91510e499e2317b16e880.jpg)