વલસાડ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે કુલ 38.05 કિમીના એરિયામાં આવતા 33 રોડ તૂટી જતા લાખ્ખો રૂપિયાનું નુકશાન થયું છે અને રોડની ગુણવત્તા સામે પણ સવાલ ઉઠ્યા છે.
ઠેરઠેર રોડ તૂટી જતા લોકો પરેશાન બની ગયા છે અને આવા ભંગાર તૂટેલા રોડ ઉપર વાહન ચલાવવાનું મુશ્કેલ બનતા જનતામાં ભારે રોષ અને નારાજગી ઉભી થતા સફાળા જાગેલા માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા આખરે ચાલુ વરસાદમાં રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

વલસાડ પંથક માં ભારે વરસાદના જિલ્લામાં કુલ 38.05 કિમીના 33 રસ્તા તૂટી જવા પામ્યા છે. જેમાં કેટલાક રસ્તાના સ્ટ્રક્ચર, સપાટી અને સાઈડ સોલ્ડર ડેમેજ થતા મોટા મોટા ખાડાઓ પડતા વાહન ચલાવવાનું મુશ્કેલ બનતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વખત આવતા મહિના પહેલાજ વલસાડ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા રોડની મરામત ચાલુ કરવામાં આવી હતી પણ આ રીપેર કરવામાં આવેલા રસ્તા ફરી છેલ્લા 2 દિવસ દરમિયાન પડેલા ભારે વરસાદમાં ધોવાઈ જતા ગુરૂવારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ફરી મરામત કામગીરી શરૂ થઈ હતી.
હાલમાં વલસાડ માર્ગ અને મકાન પેટા વિભાગ(સ્ટેટ)ના જિલ્લામાં 38.05 કિમીના 33 રસ્તાની મરામત કામગીરી ચાલી રહી છે. આ કામગીરીમાં 2 ગ્રેડર, 4 જેસીબી, 4 ટ્રેક્ટર અને 30 મજૂર દ્વારા વિવિધ વિસ્તારોમાં દિવસ-રાત રસ્તાની કામગીરી ચાલુ છે અને અત્યાર સુધીમાં 33 માંથી 23 રસ્તા રસ્તા પર મેટલ પેચની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે જ્યારે 10 રસ્તાની કામગીરી શરૂ છે.
વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે ઠેરઠેર રસ્તાઓ તૂટી ગયા છે જેની વિગત જોવામાં આવે તો
​​​​​​​વલસાડ માં તીથલ વલસાડ ધરમપુર રોડ, કસ્ટમ હાઉસથી લીલાપોર જંક્શન રોડ, બીલીમોરા ટુ વલસાડ લીલાપોર જંક્શન રોડ, વલસાડ ગુંદલાવ ખેરગામ રોડ, પારનેરા રાબડા નવેરા ઓઝર રોડ, ડિસ્કાડેડ લેન્થ ઓફ એન.એચ. વિસ્તારમાં રોડ તૂટી ગયા છે જ્યારે
વાપી તાલુકાની વાત કરવામાં આવેતો વાપી દમણ રોડ, પારડી પરિયા અંબાચ ચીભડકચ્છ રોડ, મોરાઈ વટાર રોડ ડેમેજ થયા છે.
પારડી તાલુકા માં સી.એસ.એચ.વે. વલસાડથી કોલક રિવર કોઝવે, પારડી વેલપરવા આમરી તરમલિયા રોડ, પારડી સ્ટેશનથી ઉમરસાડી માછીવાડ રોડ ,પારડી સ્ટેશનથી ઉમરસાડી દેસાઈવાડ રોડ, પારડી પરીયા અંબાચ ચીભડકચ્છ રોડ તૂટ્યા છે. જ્યારે
ધરમપુર તાલુકા હદ વિસ્તારમાં તીથલ-વલસાડ-ઘરમપુર, તુતરખેડ-સાતવાંકલ-ખપાટિયા રોડ, ધરમપુર-આવધા-બિલધા રોડ, આંબાતલાટ-ભવાડા-બોપી-હનુમતમાળ રોડ ,કંજવેરી-કાંગવી-લુહેરી રોડ, વડપાડા કરંજવેરી રોડ,ધામણી-તામછડી-નાની કોરવડ-અવલખંડી રોડ નો સમાવેશ થાય છે ,કપરાડા તાલુકા માં ધરમપુર-માકડબન-ધામણી-ટોકરપાડા રોડ સેકશન ધામણી-મેણધાથી ટોકરપાડા રોડ, તિથલ-વલસાડ-ધરમપુર-હુંડા-નાસીક રોડ,ગીરનારા-વિરક્ષેત્ર-માલધરા રોડ, સ્ટેટબારી-આંબાજંગલ-શાહુડા-લીખવડ-નાનીપલસાણ-ગોટવેલ-સુલિયા રોડ , પાનસ-આમધા-અરણાઈ-નળી મધની રોડ અને
ઉમરગામ તાલુકા માં ઉમરગામ-સંજાણ-ભીલાડ રોડ, કાલુરીવર કોઝવે ટુ એમ.એસ.બોર્ડર રોડ ,ભીલાડ નરોલી રોડ ,ઉમરગામ ટાઉન ટુ સ્ટેશન રોડ અપ ટુ એમ.એસ. બોર્ડર રોડ ,સરીગામ ડુંગર પૂનાટ કાલય રોડ ,ભીલાડ ટુ ભીલાડ સંજાણ લિન્ક રોડ અને ભીલાડ-ધનોલી-ઝરોલી રોડ તૂટી જતા લાખ્ખો રૂપિયાનું નુકશાન સામે આવ્યું છે.
આમ ચાલુ વર્ષે ભારે વરસાદમાં વલસાડ જિલ્લામાં કુલ 38.05 કિમી વિસ્તારમાં 33 રોડ તૂટી જતા ભારે નુકશાન થયું છે અને રોડ વરસાદ સામે ટકકર લઈ નહિ શકતા રોડની ગુણવત્તા સામે પણ સવાલ ઉઠ્યા છે.