ધર્મનગરી સિહોરમાં આજે ધર્મરક્ષા સમિતિ આયોજિત ભવ્ય નવનાથ દર્શન માટે પગપાળા યાત્રાનું આયોજન થયું હતું જેમાં હજારો ભાવિકભક્તો ઉપસ્થિત રહીં દર્શન લાભ લીધો હતો પૌરાણિક કાળથી નવનાથ દર્શન માટેનો અનેરો મહિમા છે અને ભગવાન શિવ સાથે જોડાયેલો છે. સિહોર ખાતે આજે ધર્મરક્ષા સમિતિ દ્વારા પાવનકારી પગપાળા નવનાથ દર્શનનું આયોજન કરાયું હતું આજે બપોરે 2.30 કલાકે સિહોરના મુક્તેશ્વર મંદિર ખાતેથી યાત્રા પ્રસ્‍થાન થઈ ત્યાંથી ભીમનાથ, પ્રગટેશ્વર, પંચમુખા, રાજનાથ, ફુલનાથ, રામનાથ, સુખનાથ, ભાવનાથ, કામનાથ, જોડનાથ, ગૌતમેશ્વર, કાશી વિશ્વાનાથ, ધારનાથ, ભૂતનાથ સાથે મુક્તેશ્વર ખાતે સમાપન થઈ હતી અને ત્યાં નેતાઓ આગેવાનો અને સંતો મહંતોની હાજરીમાં આ યાત્રા સભામાં ફેરવાઈ હતી પદયાત્રામાં હજારો લોકોની સંખ્યા લોકો ઉમટી પડ્યા હતા અને દર્શન લાભ લઇ ધન્યતા અનુભવી હતધર્મરક્ષા સમિતિ આયોજિત નવનાથ પદયાત્રામાં જિલ્લાભર માંથી ભાવિકો નવનાથ દર્થન માટે ઉમટી પ૬્યા, 

પદયાત્રા સાથે ધર્મસભા પણ યોજાઈ, ધારાસભ્યો સહિતના નેતાઓ અને સંતો મહંતો પણ પદયાત્રામાં ઉપસ્થિંત રહી દર્શન લાભ લીધો