સિહોર ખાતે આવેલ ગૌતમેંશ્વર તળાવમાં પાણીની સ્વચ્છતાનું અનોખું સફાઈ અભિયાન ધરવામાં આવ્યું છે તળાવમાં પધરાવેલ મૂર્તિઓ સહિતની પૂજાપા સહિતની સામગ્રીને ભાર આસ્થાપૂર્વક તળાવમાંથી દૂર કરવામાં આવી હતી છેલ્લા કેટલાક સમયથી સિહોર ગૌતમેશ્વર તળાવ ખાતેનો પાણી સપ્લાયનો પુરવઠો બંધ હતો એકાદ દિવસ પહેલા તગરપાલિકા ચેરમેન અલ્પેશ ત્રિવેદી અને અન્ય મગરસેવકો તળાવ ખાતે ગયાં હતાં અને તેમણે અસ્તવ્યસ્ત પડેલાં કચરા તથા પૂજાપાની ચીજવસ્તુઓની દુર્દશા જોઈને ચિંતા વ્યક્ત કરી હતી કે, આપણાં આસ્થાના પ્રતિક ચીજવસ્તુઓ તેમજ મર્તિઓ આવી રીતે તધણીયાત અને અવાવરું જગ્યાએ પડી રહે તે યોગ્ય તથી. આ માટે કંઈક કરવું જોઈએ તેવું સૂચન કર્યું હતું. તેમના આ સૂચનને તંત્રએ વધાવી લઈને ઘોઘા ખાતેથી તરવૈચાઓ. બોલાવી ગૌતમેશ્વર તળાવમાં પડેલા બિનજરૂરી ક્ચરાને શ્રદ્ધાપૂર્વક દૂર કરીને તેનાં કિનારાને સ્વચ્છ અને સુંદર બનાવવામાં આવ્યો હતો. આપણાં વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઈ મોદી પણ સ્વચ્છતાને ખૂબ જ અગ્રતા આપે છે અને તેઓ પોતે પણ સ્વચ્છતાનો આગ્રહ રાખીને પોતે જે જગ્યાએ જાય ત્યાં જો ક્ચરો જૂએ તો તેને દૂર કરવાનું ચૂકતા નથી આપણાં ધાર્મિક સાહિત્યમાં પણ સ્વચ્છતાને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે.આ ઉપરાંત વિજ્ઞાન પણા સ્વીકારે છે કે જ્યાં સ્વચ્છતા હશે ત્યાં માખી, મચ્છર ચાચળા, ઈતરડી જેવાં જંતુઓ નહીં ઉદભવે અને રોગોનો ઉપદ્રવ નહીં થાય. તેનાથી માનવ શરીરની તંદ્રસ્તી તો જળવાય જ છે સાથે સાથે પ્રકૃતિની પણ તંદુરસ્તી જળવાય છે. જેટલી પ્રકૃતિ સ્વચ્છ અને સુંદર હશે તો તેના ફળ પણ એટલાં જ મીઠાં હશે. તેને ધ્યાનમાં રાખીને આવનારી પેઢીને પણ સ્વચ્છ, સુંદર અને આરોગ્યપ્રદ વાતાવરણ આપવા માટે પ્રકૃતિના સાધનોનો. વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. અને ઉપયોગ કર્યા બાદ પણ તેનો વ્યવસ્થિત રીતે નિકાલ થાચ તે
પ્રત્યની કાળજી રાખવી જોઈએ.