કડાણા જળાશય ઉપરવાસમાં આવેલ મહી ડેમ તેમજ કેચમેન્ટ વિસ્તારમાં પડી રહેલ વરસાદના કારણે ડેમમાં ૩૭૦૦૦ હજાર ક્યુસેક પાણીના પ્રવેશ થી ડેમના ૪ ગેટ ૪ ફુટ ખુલ્લા કરી ૩૭૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે મહીસાગર જીલ્લા કડાણા જળાશય કેચમેન્ટ વિસ્તારમાં પડી રહેલ વરસાદને પગલે ડેમની સપાટીમાં ધીમીધારે વધારો જોવા મળી રહ્યો છે ત્યારે મહીસાગર સહિત ૮ જીલ્લાઓ માટે સારા સંકેત જોવા મળ્યા હતા જળાશયમાં આજ રીતે આવક ૩૭૫૦૦ ક્યુસેક રહેતા હાલ ડેમ તેની મહત્તમ સપાટી ૩ ફુટ ખાલી હોય ત્યારે રૂલ લેવલ મુજબ સપાટી ૪૧૬ ફુટ પહોંચતા ડેમના ૪ દરવાજા ૪ ફુટ ખુલ્લા મુકી ૩૭૦૦૦ ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું હતું.બીજી તરફ જળાશય ઉપરવાસમાં આવેલ રાજસ્થાન (બજાજ સાગર) તેની મહત્તમ સપાટી સુધી પહોંચતા જળાશયમાં પાણી છોડવામાં આવતું પાણી ગુજરાતના કડાણા ડેમમા સીધે સીધું મળતા ટુંક સમયમાં ડેમ તેની રૂલ લેવાલ નજીક પહોંચતા કડાણા જળાશય માંથી પણ છોડવામાં આવતા ગુજરાત રાજ્યના અનેક જીલ્લાના લોકો અને ખેડુતો માટે ખુશીની સમાચાર કહી શકાય તેમાં કોઈ શંકાને સ્થાન નથી.