આંજણા ચૌધરી સમાજ દ્વારા શ્રી ક્રિષ્નારામજી મહારાજ ની પુણ્ય તિથિ ની ઉજવણી કરાઈ 

ભારતભર ના આંજણા ચૌધરી સમાજ ના કુળ ગુરુ શ્રી ૧૦૦૮ રાજેશ્વર ભગવાન ના સિસ્ય રત્ન પરમ પૂજય શ્રી ક્રિષ્નારામજી મહારાજ સોળ વર્ષ પહેલાં પોષ વદ ત્રીજ ના દિવસે દેવ લોક પામ્યા હતા જયારથી લઈ દર વર્ષે શ્રી રાજેશ્વર આંજણા મંડળ દિયોદર દવરા દિયોદર તાલુકાના ચગવાડા ગામે આવેલ શ્રી રાજેશ્વર આશ્રમ ખાતે પરમ પુંજય શ્રી ક્રિષ્નારામજી મહારાજ ની પુણ્ય તિથિ ઉજવવામાં આવે છે જે દર વર્ષ ની જેમ ગત રોજ પોષ વદ ત્રીજ ને મંગળવાર ના દિવસે પરમ પુંજય શ્રી ક્રિષ્નારામજી મહારાજ ની સોળ મી પુણ્ય તિથિ ઉજવાઈ હતી જેમાં પરમ પૂજય શ્રી ક્રિષ્નારામજી મહારાજ ના ફોટો ને દીપ પ્રગટાવી ફુલહાર તેમજ પુષ્પાંજલિ કરી શ્રદ્ધા સુમન અર્પણ કરાયા હતા સાથે સાથે અહીં આમંત્રિત મહેમાનો સંતો તેમજ આ કાર્યક્રમ માં સહભાગી થનાર દાતાઓ નું સન્માન પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માં મોટી સંખ્યા માં આંજણા ચૌધરી સમાજ ના લોકો ઉપસ્થિત રહી વ્યસન મુક્તિ બની સમાજ શિક્ષિત અને સંગઠિત બને જે વાત ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો આ કાર્યક્રમ ને સફળ બનાવા માટે શ્રી રાજેશ્વર આંજણા મંડળ અને ગામ લોકો દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી