◆ મોટી સંખ્યામાં બાળકોએ પોષાક પહેરીને શાળાને ગોકુળ બનાવી....

પંચમહાલ જિલ્લામાં જન્માષ્ટમીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ગોધરા શહેરના બામરોલી રોડ ખાતે આવેલ સાંદિપની ઈંગ્લીશ મીડીયમ શાળામાં જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી કરવમાં આવી હતી.આ ઉત્સવમાં શાળાના બાળકોએ રાધા કૃષ્ણ બની શાળાને ગોકુળ બનાવ્યું હતું સાથે સાથે મટકી ફોડ તેમજ રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના ડાયરેકટર મૌલિક શાહ, ગોપીબેન શાહ, તેમજ શાળાના આચાર્ય વિપુલભાઈ શાહ ખાસ હાજર રહી કાર્યક્રમ નિહાળ્યો હતો.સાથે સાથે શાળાના અન્ય શિક્ષકોએ આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે છોકરાઓ સાથે ગરબે ઘૂમી નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ના જય ઘોષ સાથે વાતવરણને નંદમય બનાવી દીધું હતું.