બોટાદ જિલ્લાના બરવાળાના રોજિદ ગામે સર્જાયેલા લઠ્ઠાકાંડમાં 27 લોકોએ જીવ ગુમાવ્યા છે. 30 વધારે વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ છે. જેમા અમુકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાતને સ્તબ્ધ કરનાર આ ઘટનાના મીડિયામાં મોટા મથાળે હેડલાઈન અને ન્યૂઝ ચેનલોમાં સતત કવરેજ અને સોશ્યલ મીડિયામાં સતત થઈ રહેલા કવરેજ છતાં રાજ્યના મુખ્યમંત્રી કે ગૃહમંત્રીનું ટ્વિટર ઉપર મૃતકો માટે સંવેદના કે દુઃખ અંગે કોઈ ટ્વીટ નહિ થતા અનેક સવાલો ઉભા થયા છે, બાકી અન્ય ઘટનાઓમાં તરતજ ટ્વિટ થઈ જાય પણ અહીં આ મોટી ઘટનામાં તેઓનું સૂચક મૌન ઘણું બધું કહી જાય છે.
ગુજરાતમાં દારૂબંધીની પોલ ખુલ્લી પડી છે,આટલા મોટા પ્રમાણમાં કેમિકલ નો વપરાશ અને દારૂની ભઠ્ઠીઓ ચાલુ રાખવાની વાત હવે ખુલ્લી પડી છે.
દારૂબંધીનો અમલ કરાવવામાં સરકારની નિષ્ફળતા સામે આવી હોય હવે આ મોટા મોતના તાંડવમાં શુ નિવેદન આપવું તે મુદ્દે હવે સરકાર ભેરવાઇ પડી હોવાનું લાગી રહ્યું છે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં સરકારના જવાબદાર નેતાઓએ કોઈ સંવેદના કે દુઃખ વ્યક્ત કરવા મામલે કોઇ પ્રતિક્રિયા સામે આવી નથી જે મુદ્દે ભારે ચર્ચાઓ ઉઠવા પામી છે