રાજ્યમાં દિવસને દિવસે ચોરી લુંટ હત્યા, સહિત ઘટનાઓ વધી રહી છે ગુનેગારોને જાણે કે હવે ખુલ્લો દૌર મળ્યો હોય તેવી રીતે બેફામ બની ગુનાહિત પ્રવૃતિ આચરી રહ્યા છે જયાં ખેડા જિલ્લામાં આધેડેની લંપટ હરકત સામે આવી છે આધેડે પોતાની દીકરી સમાન સગીરા સાથે એક તરફી લગ્ન કરવાની ઘેલ્છા રાખી સગીરાએ લગ્ન કરવાની ના પાડતા ગળું કાપી હત્યા કરી નાખી હતી જેને લઇ સમ્રગ વિસ્તારમાં ઘટના ચકચાર મચી જવા પામી છે.
ખેડા જિલ્લાના માતર ખાતે મનવતા મરી પરીવારી હોય તેવી રીતે પિતા સમાન વ્યકિત સગીરા સાથે એકતરફી પ્રેમમાં તેનુ મુત્યુ નિપજવ્યું હતું માતરના ત્રાજ ગામ ખાતે યુવતી એક દુકાન પર ચીજવસ્તુ લેવા ગઇ હતી જયાં એક રાજુપટેલ નામના આધેડે સગીરા પર નજર બગાડી કાગળ કાપવાનું કટર વડે ગળા અને હાથ ભાગે ગંભીર ઇજા પહોંચાડી નાસી છુટ્યા હતો જયાં સગીરાને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ લઇ જવાતા તેનું મોત નિપજ્યુ હતુ.
હેવાન રાજુ પટેલની ભત્રીજી સાથે સગીરા ઘરે અવર-જવર કરતી હતી અને રાજુ પટેલે સામાન્ય વાતચીત કરી તેના પર નજર બગાડી હતી અને એકતરફી પ્રેમનું કરૂણ અંજામ આવ્યો છે ઘટનાને પગલે સગીરા પરિવાર પર આભ ફાટી પડ્યો છે અને આરોપીને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ પરિજનો દ્રારા કરવામાં આવી છે