*સક્ષમ દીકરી, સશક્ત ગુજરાતના નિર્માણ થકી બેટી બચાવો બેટી પઢાવો અભિયાનમાં જોડાઈ દીકરીઓ સ્વતંત્ર અને આત્મનિર્ભર બને તેવી સમાજ વ્યવસ્થાનું નિર્માણ કરીએ : મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ*
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
નર્મદા અને દાહોદ જિલ્લાના ૧૪ તાલુકાઓમાં ‘‘સેફ સ્પેશ અને એડોલેશન રિસોર્સ સેન્ટર’’નું તથા ૨૨ જિલ્લાઓમાં સખી મેળાનું મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રીશ્રીના હસ્તે ઈ-લોન્ચીંગ
જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરનાર દિકરીઓ સાથે મંત્રીશ્રીએ કર્યો વર્ચ્યુઅલી સંવાદ*
મહિલા અને બાળવિકાસ મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની શુભેચ્છા આપતા કહ્યું કે,સક્ષમ દીકરી, સશક્ત ગુજરાતના નિર્માણ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજય સરકાર અનેકવિધ પ્રયાસો કરી રહી છે. રાજ્યની દીકરીઓ સુપોષિત, આત્મનિર્ભર અને સુશિક્ષિત બને તે સુનિશ્ચિત કરી બેટી બચાવો બેટી પઢાવો અભિયાનમાં જોડાઈ દીકરીઓ સ્વતંત્ર અને આત્મનિર્ભર બને તેવી સમાજ વ્યવસ્થા નિર્માણ કરીએ.
આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી સંદર્ભે બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત રાજયકક્ષાની આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી મનીષાબેન વકીલની ઉપસ્થિતીમાં ગાંધીનગર ખાતે થઈ હતી. જેમાં મંત્રીશ્રીએ નર્મદા અને દાહોદ જિલ્લાના ૧૪ તાલુકાઓ ખાતે ‘સેફ સ્પેસ એડોલેશન રીસોર્સ સેન્ટર’નું તથા રાજ્યના ૨૨ જિલ્લાઓ ખાતે સખી મેળાઓનું ઈ-લોન્ચીંગ કર્યું હતું. તેમજ જિલ્લાકક્ષાએ ઉત્કૃષ્ઠ કામગીરી કરેલી દિકરીઓ સાથે મંત્રીશ્રીએ વર્ચ્યુઅલી સંવાદ કરી રાજ્ય સરકાર દ્વારા અમલી વિવિધ યોજનાઓથી થતા લાભોની માહિતી આપી તેમને પ્રોત્સાહિત કર્યા હતા.
મંત્રી શ્રી વકીલે ઉમેર્યું કે,વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદી દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન ૨૦૧૫થી સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત સમાજના લોકોમાં દીકરીઓ પ્રત્યેનો દૃષ્ટકોણ બદલાય, દીકરીઓના જન્મનો સહર્ષ સ્વીકાર થાય અને સમાજના લોકોના સંકુચિત માનસ પટ્ટમાં બદલાવ લાવી દીકરા દીકરી એક સમાનનો નવો દૃષ્ટિકોણ આવે તે માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન કાર્યાન્વિત છે
તેમણે કહ્યું કે,રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૯માં વ્હાલી દીકરી યોજના શરૂ કરાઈ છે. દીકરીઓની સંખ્યામાં સતત નોંધપાત્ર ઘટાડો સમગ્ર દેશ માટે ચિંતાનો વિષય છે. જેને ધ્યાનમાં રાખી કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા વિવિધ દીકરીઓ લક્ષી યોજનાઓ/કાયદાઓ અમલીકૃત કરવામાં આવ્યા છે. આજે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિતે દીકરીઓ પોતાના હક્કો/ અધિકારો પ્રત્યે જાગૃત થાય, દીકરીઓ સાથેના જાતિગત ભેદભાવો અટકે, લિંગ આધારિત ગર્ભ પરીક્ષણ અટકે, શિક્ષણનું પ્રમાણ વધે તેમજ દીકરીઓનું આરોગ્ય-પોષણસ્તરમાં સુધારો લાવવા માટે વર્ષ ૨૦૦૮થી મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી નિમિતે જુદા જુદા જાગૃતિના કાર્યકમો દરેક રાજયોના જિલ્લાઓ ખાતે આયોજિત કરવામાં આવે છે.
મંત્રીશ્રીએ કહ્યું કે, આજના “આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ” નિમિત્તે ભારત સરકાર દ્વારા નિયત થયેલ “કિશોરી કુશળ બનો” થીમ આધારિત આજે તા.૧૧ અને તા. ૧૨ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત ૨૨ જિલ્લાઓમાં સખી મેળાઓ તેમજ નર્મદા તથા દાહોદ જિલ્લાના ૧૪ તાલુકાઓ ખાતે યુનિસેફના સહયોગથી “સેફ સ્પેસ અને એડોલેસન્ટ રિસોર્સ સેન્ટર” શરૂ કરાયા છે. જેનો લાભ સમુદાયોની કિશોરીઓ લેતી થાય તે માટે સૌને સાથે મળી પ્રયત્નો કરવા અનૂરોધ કર્યો હતો.
તેમણે ઉમેર્યું કે,કિશોરી કુશળ બનો થીમ આધારિત સખી મેળાઓના માધ્યમ દ્વારા કિશોરીઓને તેઓના હક્કો/અધિકારો પ્રત્યે જાગૃતતા કેળવાય, તેઓના ઉજ્જવળ ભવિષ્ય માટે રોજગારલક્ષી કેન્દ્રો સાથે જોડાણ તથા તેમનું કેરિયર કાન્સેલિંગ થાય, કિશોરીઓ આત્મ નિર્ભર બની ઉજ્જવળ ભારતનું નિર્માણ કરવા તથા દીકરીઓની સમાજના, દેશના વિકાસમાં લોકભાગીદારી વધે તે માટે ભારત સરકાર અને રાજ્ય સરકાર કટિબધ્ધ છે
આપણી દીકરીઓ આત્મ સન્માન સાથે જીવન જીવી શકે તે માટે તેઓના જન્મ, શિક્ષણ, કૌશલ્ય વિકાસ, સલામતી અને સુરક્ષા તે આપણાં સૌની જવાબદારી છે. બેટી બચાવો બેટી પઢાવો અભિયાનમાં જોડાઈ આપણી દીકરીઓને ઉડવા માટે એક વિશાળ આકાશ આપી તેઓને સર્વાંગી વિકાસની તકો પ્રદાન કરવા મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
મહિલા અને બાળ કલ્યાણ વિભાઞના નિયામક શ્રીમતી પુષ્પલતાબેને સ્વાગત પ્રવચન કરીને કાર્યક્મની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, રાજય સરકારના વિવિધ વિભાગોના સહયોગથી બે દિવસીય દરમિયાન આયોજિત સખી મેળામાં કિશોરી કારકિર્દી માર્ગદર્શનની સાથે ટેકનીકલ તકો/કેરિયર કાઉન્સેલિંગ, પોષણ અને સ્વાસ્થ્ય વિષયક જાગૃતતા તથા આરોગ્ય તપાસ અને મેડીકલ એસોસિએશનના પ્રતિનિધિ સાથે સંકલન કરી PC & PNDT એક્ટ તથા કિશોરી સ્વાસ્થ્ય સબંધિત જાણકારી ડોક્ટર્સ પેનલ દ્વારા અપાશે. કિશોરીઓને કાયદાકીય માર્ગદર્શન જેમકે DLSA, વિવધ માળખાઓ, હેલ્પલાઇન સંદર્ભે બાળક, કિશોરીઓ, મહિલાઓ માટેની રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપવામાં આવશે. જાતિગત સંવેદનશીલતાને સ્પર્શતા મુદ્દાઓને અનુલક્ષીને ખેલો ઇન્ડિયા અંતર્ગત રમતો, ક્વિઝ, જીવન કૌશલ્ય, શોર્ટ ફિલ્મ, વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યુ છે.
ઉપરાંત જિલ્લા કક્ષાએ ઉત્કૃષ્ટ કામગીરી કરેલ પાંચ દિકરીઓનું જાહેર સન્માન કરવામાં આવશે. બેટી બચાવો બેટી પઢાવો થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. બિન પરંપરાગત કૌશલ્યવર્ધન આજીવિકાના વિકલ્પો અંગે કાર્યક્રમો યોજીને માર્ગદર્શન આપવામાં આવશે તેમજ નવી શિક્ષણનીતિ અંતર્ગત કિશોરી કૌશલ્યના કાર્યક્રમો તથા વંચિત પરિવારોની કિશોરીઓના કૌશલ્ય વિકાસ અને તકો અંગે ચર્ચા કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ વિભાગના સંયુકત સચિવ શ્રી પી.વી.પંડયા, યુનિસેફ ગુજરાતના ચીફ શ્રી પ્રશાંત દાસાએ પ્રાસંગિક પ્રવચન કરી યોજનાકીય માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં ગાંધીનગર ખાતે મહિલા અને બાળકલ્યાણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને જિલ્લાકક્ષાએ વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ અને દિકરીઓ સહભાગી થઈ હતી.
રિપોર્ટર.. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.