અમરેલીઃ ACBએ 21 જાન્યુઆરીએ અમરેલી જિલ્લામાં એક મોટી કાર્યવાહી કરીને પોલીસ વિભાગમાં થતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે. જાફરાબાદ મરિન પોલીસ સ્ટેશનના PSI, એક પોલીસ કર્મચારી અને એક વચેટિયાને રૂ. 3 લાખની લાંચ લેતાં રંગેહાથ ઝડપી લેવાયા છે.
શું હતો મામલો?
ફરિયાદી અને સાક્ષી વિરુદ્ધ જાફરાબાદ મરિન પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયો હતો. આ ગુનાની તપાસ PSI આર.એમ. રાધનપુરા કરી રહ્યા હતા. ફરિયાદી વિરુદ્ધ પાસાની કાર્યવાહી ન કરવા અને સાક્ષીના ટ્રકના અસલ કાગળની ફાઇલ પરત આપવાના બદલામાં PSI રાધનપુરા અને પોલીસ કર્મચારી આશિષસિંહ ઝાલા વતી આરિફભાઈ રવજાણી નામના શખ્સે રૂ. 3 લાખની લાંચ માગી હતી.
ACBનું સફળ છટકું
ફરિયાદી લાંચ આપવા માગતા ન હોવાથી તેમણે અમરેલી ACBનો સંપર્ક કર્યો હતો. જેના આધારે 21 જાન્યુઆરીએ રાજુલા પાસે આવેલી સહયોગ હોટલ ખાતે લાંચનું છટકું ગોઠવાયું હતું. ટ્રેપ દરમિયાન વચેટિયા આરિફ રવજાણીએ પોલીસ કર્મચારી આશિષસિંહ ઝાલા સાથે ટેલિફોનિક વાતચીત કરી ખાતરી કરી હતી. ત્યારબાદ PSI અને પોલીસ કર્મચારી વતી આરિફે લાંચની રકમ સ્વીકારતાં જ એસીબીની ટીમે તેને ઝડપી લીધો હતો. જો કે PSI રાધનપુરા અને પોલીસ કર્મચારી આશિષસિંહ ઝાલા સ્થળ પર હાજર નહોતા, પરંતુ ગુનામાં તેમની સીધી સંડોવણી ખૂલતાં આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.
જાફરાબાદ મરિન PSI સહિત 3 વ્યક્તિ રૂ. 3 લાખની લાંચ લેતાં ઝડપાયા