ભરૂચઃ પોલીસ હેડક્વાર્ટરમાં 21 જાન્યુઆરીએ એક મહિલા પોલીસ કોન્સ્ટેબલે પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો.
આપઘાત કરનારાં 27 વર્ષીય મહિલા પોલીસ કોન્સ્ટેબલનું નામ પ્રીતિ પરમાર હોવાનું સામે આવ્યું છે. તેમણે ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું. મહિલા પોલીસ કોન્સ્ટેબલ પ્રીતિ પરમાર મૂળ ભાવનગરનાં હોવાનું સામે આવ્યું છે, જે ભરૂચમાં ફરજ બજાવતાં હતાં. મહિલા પોલીસકર્મી પ્રીતિ પરમારે પોતાના રૂમમાં પંખા સાથે લટકી જીવનનો અંત આણ્યો. આ ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
પોલીસે ગુનો નોંધીને આપઘાતનું કારણ જાણવા માટે આગળ તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ આપઘાતનું કારણ જાણવા માટે મૃતકના પરિજનો અને સહકર્મીઓની પૂછપરછ કરી રહી છે.