પાટડીના માલવણ ધ્રાંગધ્રા હાઇવે પરથી ગાડીમાંથી વિદેશી દારૂની 223 બોટલો સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. બજાણા પોલીસે વિદેશી દારૂની 223 બોટલો, 1 મોબાઇલ અને સેવરોલૅટ ગાડી મળી કુલ રૂ. 3,88,625ના મુદામાલ સાથે બેચરાજીના એક શખ્સને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.બજાણા પોલીસ મથકના પીએસઆઇ એસ.પી.ઝાલા સહિતનો પોલીસ સ્ટાફ માલવણ હાઇવે પર પેટ્રોલિંગમાં હતો, ત્યારે એમને પાક્કી બાતમી મળી હતી કે, માલવણ ધ્રાંગધ્રા હાઇવે પર રામદેવ હોટલ સામે રોડ પર વિદેશી દારૂના જથ્થા સાથે સેવરોલેટ ગાડીને બજાણા પોલીસ સ્ટાફે છટકું ગોઠવી આંતરીને પકડી પાડી હતી.આ ગાડીમાંથી ચાલક સંજય અશ્વિનભાઈ શાહ (વાણીયા) ઉંમર વર્ષ- 32 ( રહે-બેચરાજી, મહેસાણાને જુદી જુદી બ્રાંડની વિદેશી દારૂની બોટલો નંગ- 223 કિંમત રૂ.83,625, મોબાઇલ નંગ- 1 કિંમત રૂ. 5,000 અને સેવરોલેટ ગાડી કિંમત રૂ. 3,00,000 મળી કુલ રૂ. 3,88,625ના મુદામાલ સાથે ઝબ્બે કરી અને દારૂ ભરી આપનારા દાંતીવાડા અને દારૂ ખરીદનારા મોરબીના માળીયા ગામના શખસ વિરુદ્ધ દારૂ અંગેનો ગુનો નોંધી એમને ઝબ્બે કરવાની તજવીજ સાથે વધુ કાર્યવાહી હાથ ધરી છે. બજાણા પોલીસના આ દરોડામાં પીએસઆઇ એસ.પી.ઝાલા, કીશોરભાઇ પારઘી, ભાવેશ રાવલ, યશપાલસિંહ રાઠોડ, રોહીતકુમાર પટેલ અને નરેશભાઈ મેર સહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો. આ કેસની વધુ તપાસ બજાણા પીએસઆઇ એસ.પી.ઝાલા ચલાવી રહ્યા છે.