અમીરગઢ ચેકપોસ્ટ પરથી બે શખ્સો ગાંજા સાથે ઝડપાયા, 8.24 લાખનો મુદ્દામાલ જપ્ત..

બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પરથી પોલીસે બે શખ્સોને માદક પદાર્થ ગાંજા સાથે ઝડપી પાડ્યા છે, તેમની પાસે થી કુલ 16 કિલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે, જેની બજાર કિંમત 8.24 લાખ રૂપિયા આંકવામાં આવી છે..

અમીરગઢ પોલીસ બોર્ડર ચેકપોસ્ટ પર નિયમિત ચેકિંગ કરી રહી હતી, તે દરમિયાન રાજસ્થાન તરફ થી આવી રહેલી રાજસ્થાન રોડવેઝ (RSRTC) ની દેસુરી-આબુરોડ-અમદાવાદ બસ ને રોકવામાં આવી હતી, બસની તપાસ કરતાં પાછળ રાખેલા બે કટ્ટા માંથી શંકાસ્પદ માદક પદાર્થ મળી આવ્યો હતો..

પોલીસે કટ્ટાના માલિકો અંગે પૂછપરછ કરતાં બસમાં બેઠેલા હીરાભાઈ લાડુભાઈ પારગી (રહે. સાડી, કોટડા, ઉદેપુર) અને શ્રવણકુમાર લાલારામ ગમાર (રહે. ભૂલા, પિંડવાડા, સિરોહી) નામના બે ઈસમો ને ઝડપી પાડ્યા હતા, અમીરગઢ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, આ ગાંજો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે..