ડીસા ની ભોપાનગર રેલવે ફાટક ચાલુ રહેશે, સમારકામ ની કામગીરી સ્થગિત..
ડીસા સ્થિત ભોપાનગર રેલવે સમપાર ફાટક (નંબર 26) પર . 07-01-2026 થી 10-01-2026 દરમિયાન મેન્ટેનન્સ (સમારકામ) માટે ફાટક બંધ રાખવાની અગાઉ જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ રેલવે વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ, આ કામગીરી હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે.
રેલવે સેક્શન માં ટ્રેનો ની અવરજવર નું ભારણ (ટ્રાફિક) વધારે હોવાથી અમદાવાદ રેલવે કંટ્રોલ ઓફિસ દ્વારા સમારકામ માટે મંજૂરી મળી નથી, પરિણામે, અગાઉ જાહેર કરાયેલો બ્લોક અને ફાટક બંધ રાખવાનો નિર્ણય રદ કરવામાં આવ્યો છે, હવે ભોપાનગર ફાટક અગાઉની જેમ જ રાબેતા મુજબ વાહન વ્યવહાર માટે ચાલુ રહેશે. રેલવે દ્વારા આગામી સમયમાં જ્યારે પણ આ કામગીરી માટે ફરીથી મંજૂરી મળશે ત્યારે તેની જાણ અગાઉથી કરાશે..