મોબાઇલ નંગ -૧૨ સાથે કુલ કિ.રૂ .૧,૦૪,૦૦૦ / -ના મુદ્દામાલ સાથે બે રીઢા મોબાઇ ચોર ઇસમોને પકડી પાડતી એલ.સી.બી પોલીસ

 

.પાટણ પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સરહદી રેન્જ , ભુજ તથા પોલ અધિક્ષકશ્રી વિજયકુમાર પટેલ પાટણનાઓએ પાટણ જીલ્લામાંથી મિલકત સબંધી ચોરીના બ ગુનાઓ અટકાવવા સારૂ કરેલ સુચના આધારે શ્રી આર.કે.અમીન પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી.પાટણ શ્રી એ.બી.ભટ્ટ પો.સ .ઇ એલ.સી.બી.પાટણ તથા એલ.સી.બી.પોલીસ સ્ટાફના માણસો પાટણ શહેર બગવાડા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે , બે ઇસમો ચોરીના મોબાઇલ લઇ વેચાણ કરવા સારૂ પાટણ ટાઉનમાં ફરી રહેલ છે ,

 

 જે હકીકત આધારે સદરી જગ્યા એ હકિકત મુજબના ઇસમો મોબાઇલ નંગ -૧૨ સાથે મળી આવતા મોબાઇલના બિલ સબંધે પુછતા સંતોષકારક જવાબ ના આ તેઓને યુક્તિ - પ્રયુક્તિથી પુછપરછ કરતા તેઓએ આ મોબાઇલની ચોરી સિદ્ધપુર થી કલોલ ટ્રેન , દાંતા સ્ટેન્ડ તથા મહેસાણા તથા સિધ્ધપુર મુકામેથી કરેલી હોવાની કબુલાત કરતા

 

 સદરી આરોપીઓને મોબાઈલ નંગ -૧૨ કિ.રૂ .૧,૦૪,૦૦૦ / - સાથે સી.આર.પી.સી. કલમ -૪૧ ( ડી ) મુજબ અટકાયત કરી આગળની કાર્યવ સારૂ પાટણ સીટી એ ડિવી . પો.સ્ટે . ખાતે સોંપેલ છે

 તેમજ સિધ્ધપુર પો.સ્ટે . ગુ.ર.નં. ૧૧૨૧૭૦૩૦૨૨૦૯૩ / ઇ.પી.કો. કલન -૩૭૯ મુજબના ગુન્હાનું ડિટેક્શન કરેલ છે 

 

પકડાયેલ આરોપીના 

 ( ૧ ) મુસલમાન મજગુલ ( શીદીબાદશા ) અરમાન કાલુભાઈ રહે- સિધ્ધપુર ડેડીયાપરા ભગજતી સોસાયટીની તા.સિધ્ધપુર જી.પાટણવાળા ( ૨ ) ઝાલા અજય ભુરાજી રહે - સુજાણપુર હનુમાન દાદાના મંદિર જોડે તા - સિધ્ધપુર જી.પાટણ 

 

કબ્જે કરેલ મુદ્દામાલ : ( ૧ ) એન્ડ્રોઇડ મોબાઇલ નંગ -૧૧ કિ.રૂ .૫૪,૦૦૦૦ / - અને iOS મોબાઇલ નંગ -૧ કિ.રૂ .૫૦,૦૦૦ / કુલ મોબાઇલ નંગ -૧૨ કુલ કી.રૂ. ૧,૦૪,૦૦૦ / .