રોટરી ક્લબ ડીસા ડીવાઇન દ્વારા સર્વાઇકલ વેકસીન નો બીજો ડોઝ આજે અપાયો
રોટરી કલબ ડીસા ડીવાઇન ના પ્રેસિડેન્ટ રોટે ડો અવની ઠકકર દ્વારા આજે તા. ૧૬-૧૨-૨૫ ના રોજ નિમ્સ હોસ્પીટલ સીટી સેન્ટર ખાતે ૧૧૪ મહીલાઓ ને સર્વાઇકલ કેન્સર ની વેકસીન નો સેકન્ડ ડોઝ આપવામાં આવ્યો..
ક્લબ દ્વારા HPV વેકસીન રાહત દરે ફક્ત ૫૦૦ રુપીયા મા આપવામાં આવી રહી છે. ૧૬ ઓક્ટોબર ના રોજ ૧૫૦ જેટલી મહીલાઓ ને વેકસીન આપવામાં આવી હતી . જેમા ૧૧૪ મહીલાઓ ૧૫ વર્ષથી મોટી હતી. જેમને ૩ ડોઝ આપવાના હતા જે પૈકી સેકન્ડ ડોઝ આજે આપવામા આવ્યો હતો..
રોટરી ક્લબ ડીસા ડીવાઇન દ્વારા સ્વ. રોટે ગીતાબેન પ્રવિણભાઇ વ્યાસ ની સ્મ્રુતી માં કેન્સર અવેરનેશ માટે ની એક ઝુંબેશ ચાલુ કરવામાં આવી છે. ક્લબ પ્રેસીડેન્ટ રોટે ડો અવની ઠકકર અને એમની ટીમ દ્વારા ચાલુ વર્ષ મા ૨૦૦૦ જેટલી વેકસીન રાહતદરે આપવાનું નિર્ધારિત કર્યું છે.
એ અંતર્ગત દર મહીને વેકસીન આપવામાં આવી રહી છે. દાતાઓ એ આ કાર્ય માં છુટા હાથે અનુદાન આપેલું છે. ડો અવની ઠકકરે અપીલ કરી છે કે હજુ દાતાઓનો જો સહયોગ મળશે તો વધુ ને વધુ મહીલાઓ ને વેકસીનેશન કરાવીશું..
રોટે ડો હીરેન પટેલ , ડો અંકીત માળી અને નિમ્સ હોસ્પીટલ ની ટીમ એ સમગ્ર કેમ્પ નું સંચાલન કરી ને વેકસીન આપવાનું કાર્ય કર્યુ હતુ..
પ્રોજેક્ટ ચેરમેન રોટે ડો રીટા પટેલ , રોટે ડો બીનલ માળી અને રોટે બીનલ દેવડા એ પ્રોજેક્ટ ને સફળ બનાવ્યો હતો. સેક્રેટરી રોટે ડો નીકેતા ઠક્કરે પ્રોજેક્ટ નું કોઓર્ડિનેટર કર્યુ હતુ.બહોળી સંખ્યામાં રોટે મેમ્બરે હાજરી આપી હતી..