ખંભાત આવેલ નાના કલોદરા ગામમાં રહેતી પરણીતા ગુમ તથા તેના પતિએ અંગે ખંભાત શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુમ થયેલ મહિલાની તપાસ હાથ ધરી છે.

ખંભાતના નાના કલોદરા ગામમાં રહેતા પંકજભાઈ પટેલ દૂધ સહકારી મંડળીમાં નોકરી કરે છે.ગત 27મી તારીખના રોજ પંકજભાઈ ગામમાં આવેલી દૂધ મંડળીમાં સાંજના પાંચ વાગે નોકરી કરવા ગયા હતા. પંકજભાઈ નોકરી કરવા ગયા ત્યારે તેમના પત્ની ગીતાબેન ઘરે જ હતા. પરંતુ સાંજના સુમારે સાડા પાંચ વાગ્યે પંકજભાઈ ઉપર તેમના ભાભીનો ફોન આવ્યો કે ગીતાબેન ખેતરમાં માસીને ત્યાં ખબર કાઢવા જાઉં છું તેમ કહીને ઘરેથી નીકળ્યા હતા પણ હજુ સુધી ઘરે આવ્યા નથી.તેથી પંકજભાઈ નોકરી પરથી પરત આવી પત્નીની શોધ કરતાં માસીને ત્યાં ખેતરમાં ગયા હતા પરંતુ માસીએ કહ્યું હતું કે તેઓ અહીં આવ્યા નથી ત્યારબાદ પંકજભાઈએ ગામમાં અને સગાવાલા ને ત્યાં ફોન કરી તપાસ કરતા પણ એવો જવાબ મળ્યો કે અહીં આવ્યા નથી ત્યારબાદ બીજા દિવસે પણ રૂબરૂ અને મિત્ર દ્વારા તેમના પત્નીની શોધ કરતા તેઓ મળ્યા નહોતા આથી પંકજભાઈ પટેલે ખંભાત શહેર પોલીસ સ્ટેશન તેમના પત્ની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.