સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વાડી ગામે છેલ્લા કેટલાક સમયથી ભયનો માહોલ સર્જનાર દીપડો આખરે વન વિભાગના પાંજરામાં કેદ થયો છે. રાત્રિના સમયે દીપડો પકડાઈ જતાં ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. દીપડો માણસ અને પશુધન બંને માટે ખતરો બન્યો હતો. થોડા દિવસો અગાઉ ગામના છેવાડે આવેલા હાટ બજાર બિલ્ડીંગ નજીક તેની અવરજવર જોવા મળી હતી. દીપડાની હાજરીથી પશુપાલકો અને ખેતરોમાં કામ કરતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. વન વિભાગની વ્યૂહરચના આખરે સફળ રહી. ગઈ રાત્રે શિકારની શોધમાં નીકળેલો દીપડો ગોઠવવામાં આવેલા પાંજરામાં ફસાઈ ગયો. દીપડાના પકડાવાની જાણ થતાં ગ્રામજનોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ હતી અને તેમણે વન વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો.