આજે, સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં પુરુષોની સમોવડી બની ગઈ છે. તેઓ પુરુષો સાથે ખભો મિલાવીને કામ કરી રહી છે. સ્ત્રીઓ પણ પોતાના દમ પર મિલકત મેળવી રહી છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, સ્વ-નિર્ભર સ્ત્રીઓ તેમની મિલકતનું રક્ષણ કેવી રીતે કરી શકે છે? જ્યારે પરિણીત સ્ત્રીનું મૃત્યુ થાય છે અને તેને કોઈ સંતાન ન હોય, ત્યારે પરિસ્થિતિ વધુ જટિલ બની જાય છે.

આવી સ્થિતિમાં, તેનો પતિ તેની મિલકતનો કુદરતી વારસદાર બને છે. ભલે કોઈ સ્ત્રીને તેના માતાપિતા પાસેથી મિલકત વારસામાં મળી હોય કે, પોતાની મહેનત દ્વારા તે કમાઈ હોય, સુપ્રીમ કોર્ટે હવે આવા વિવાદોને ટાળવા માટે એક સરળ અને સીધો કાનૂની અભિગમ અપનાવવાની ભલામણ કરી છે. સુપ્રીમ કોર્ટે મહિલાઓને પોતાની વસિયતનામા તૈયાર કરવાની પણ સલાહ આપી છે, જેથી તેઓ પોતાની મિલકત અંગે પોતાના નિર્ણયો લઈ શકે, પછી ભલે તે સ્વ-કમાણી કરેલી મિલકત હોય કે, તેમના માતાપિતા પાસેથી વારસામાં મળેલી મિલકત.