vadodara: કમોસમી વરસાદ બાદ પાક નિષ્ફળ જતા ગુજરાતભરના ખેડૂતો પાયમાલ બન્યા છે, જેથી દેવામાં ડૂબેલા જગતના તાત આત્મહત્યા કરી રહ્યા હોય તેવા કરૂણ કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આવા એક ખેડૂતે જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના હાલ સામે આવી રહી છે, પરંતુ ખેડૂતે આત્મઘાતી પગલું ભર્યું એનું કારણ ખેતી પાકમાં નુકસાન કે પછી દેવાનો બોજ નહીં પરંતુ ડિજિટલ એરેસ્ટ એટલે કે સાયબર ક્રાઈમ સામે આવ્યું છે. રાજ્યમાં પહેલો કિસ્સો સામે આવ્યો છે જેમાં ડિજિટલ એરેસ્ટ થયા બાદ કોઈએ રીતે જીવન ટૂંકાવ્યું હોય, ત્યારે પોલીસે પણ ઘટનાને ગંભીરતાથી લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.  મળતી માહિતી મુજબ, વડોદરા જિલ્લાના પડધરી તાલુકાના કાયાવરોહણ ગામેથી હૃદયવિદારક ઘટના સામે આવી છે. જ્યાં 65 વર્ષીય ખેડૂત અતુલભાઈ હીરાભાઈએ ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી છે. ચોંકાવનારી વાત તો છે કે, ખેડૂતે ખેતી પાક નિષ્ફળ જતા કે પછી દેવાના બોજમાં આવીને નહીં પરંતુ ડિજિટલ એરેસ્ટ જેવા સાયબર ફ્રોડનો ભોગ બન્યા બાદ આત્મઘાતી પગલું ભર્યું હોય તેનું ચોંકાવનારું સત્ય સામે આવ્યું છે, ત્યારે આસપાસના વિસ્તારમાં ઘટનાને લઈને અરેરાટી ફેલાઈ છે. |VADODARA NEWS