15 ઓગસ્ટના રોજ ઉજવાયેલા 76 માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીમાં પહેલી વાર લોકો સીધા જોડાયા હતા. વડાપ્રધાનના હર ઘર તિરંગા આહવાન બાદ પહેલીવાર સિહોરમાં સ્વાતંત્ર્ય દિવસ માત્ર સરકારી કાર્યક્રમ નહીં પરંતુ લોકો માટે તહેવાર બની ગયો હતો. સિહોર શહેર અ ને જિલ્લામાં અનેક લોકો એ હાથમાં તિરંગા લઇને બાઈક રેલી અને પદ્યાત્રા કાઢી હતી. અનેક રહેણાંક સોસાયટીમાં તિરંગા રેલીઓ પણ યોજાઈ હતી અને મોટા ભાગના દરેક ઘરો પર તિરંગો લહેરાતો જોવા મળતા સિહોરમાં દેશ ભક્તિનો અનોખો માહોલ સર્જાયો હતો. 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીનો કાર્યક્રમ અત્યાર સુધી સુરતમાં માત્ર સરકારી કાર્ચક્રમ બની જતો હતો અને લોકો તેમાં ઔપચારિક રીતે જોડાતા હતા, પરંતુ આ વર્ષે હર ઘર તિરંગા અભિયાનના કારણે સિહોરમાં હજારો ધ્વજનું વેચાણ થયું હતું અને અનેક લોકોએ ધ્વજ એક બીજાને ભેંટ પણ આપ્યા હતા. વાહન રલી અને ચાલીને તિરંગા રેલી કાઢી હતી જેમાં મોટી 

સંખ્યામાં લોકો જોડાયા હતા. આ ઉપરાંત લોકો બાઈક, રીક્ષા અને વાહનો પરિ ત રંગો લગાવીન ફરતા નજરે પડ્યાં હતા મોટા ભાગના ઘર સાથે દુકાનોપર પણ ધ્વજ ફરકતા જોવા મળ્યા હતા. આ વર્ષે આ કાર્યક્રમ સરકારી કાર્યક્રમ ન બની રહેતાં લોકો તેમાં સીધી ભાગીદારી કરતાં નજરેપડ્યા હતા તેનું કારણ હર ઘર તિરંગા હોવાનું લોકો કહી રહ્યાં છે. તિરંગા ફરકાવવાની લોકોને મળેલા હક્કના ક્રારણે આ વર્ષે દરેક વિસ્તારમાં તિરંગો ફરકતો જાવા મળ્યો હતો.