પાવીજેતપુરના તૂટી ગયેલા સિહોદ પુલ તેમજ ડાયવર્ઝન ઉપર આવી દેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા એ મુલાકાત લઈ સરકારી ડાયવર્ઝનને સત્વરે બનાવવામાં નહીં આવે તો હાઇવે નંબર ૫૬ના રસ્તાને બંધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
જનતા ડાયવર્ઝન ઉપરથી પસાર થતા નેતાઓને ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરવાની કરી વાત
દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આજરોજ પાવીજેતપુર નજીક સિહોદ ગામે ભારજ નદી ઉપર તૂટેલા પુલ તેમજ સરકારી ડાયવર્ઝનની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેઓએ બોલતા જણાવ્યું હતું કે જુલાઈ ૨૦૨૩ થી આ પુલ તૂટી ગયો હોય અઢી વર્ષથી જનતા હાલાકી ભોગવી રહે છે. ૩૫ કિલોમીટરનો ફેરો ફરવાનો વારો આવ્યો છે. પાંચ પાંચ વાર જનતા પોતાના સ્વખર્ચે જ જનતા ડાયવર્ઝન બનાવી શકતી હોય તો પછી ફાંકા ફોજદારી મારતા નેતાઓ તેમજ સરકાર દ્વારા આ ડાયવર્ઝન કેમ બનાવવામાં આવતું નથી. વિકાસની વાતો કરતા નેતાઓને શું આ વિકાસ દેખાય છે. ૨.૩૪ કરોડમાં પહેલું તેમજ ૪ કરોડનું બીજું એમ બે બે વાર સરકારી ડાયવર્ઝન બનાવવામાં આવ્યા હોય, જે રેતી, માટી, ભૂંગળા મૂકી બનાવી દીધું હોય જે પાણીમાં ધોવાઈ જાય છે અને જનતા પરેશાન થાય છે ત્યારે અહીંના નેતાઓ શું કરે છે ? આવો વેધક સવાલ કર્યો હતો. સાથે સાથે તેમને બોલતા જણાવ્યું હતું કે જનતા પોતાના ખર્ચે પોતાના શ્રમથી ડાયવર્ઝન બનાવે છે અને એ ડાયવર્ઝન ઉપરથી નેતાઓ પસાર થાય છે ત્યારે તેઓએ ટાંકણીમાં પાણીની ડૂબી મરવા જેવી વાત છે પોતાની સરકાર હોય તો શું આટલું ડાયવર્ઝન બનાવી ન શકાય ? નેશનલ ઓથોરિટીના અધિકારીને રજૂઆત કરવા માટે સિહોદ ના તૂટેલા ડાયવર્ઝન પરથી ચૈતર વસાવાનો કાફલો બોડેલી મુકામે ગયો હતો. આ સમસ્યાનો વેહલી તકે સમાધાન કરવામાં નહીં આવે તો આંદોલન ની ચીમકી ઉચ્ચારી હતી. જનતા ડાયવર્ઝન બનાવનાર યુવાનો મળતા તેઓને ચૈતર વસાવા એ આભાર માની અભિનંદન પાઠવ્યા હતા.