પાટણવાસીઓ પોતાના ઘર તેમજ પોતાના વ્યવસાયના સ્થળે તિરંગો લહેરાવી કાર્યક્રમ સફળ બનાવે તેવી અપીલ જિલ્લા કલેક્ટરશ્રી દ્રારા કરવામાં આવી છે.
સમગ્ર દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા કાર્યક્રમ સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. 13 ઓગસ્ટથી 15 મી ઓગસ્ટ સુધી દરેક પાટણવાસીઓ પોતાના ઘર તેમજ પોતાના વ્યવસાયના સ્થળે તિરંગો લહેરાવી કાર્યક્રમ સફળ બનાવે તેવી અપીલ જિલ્લા કલેક્ટરશ્રી દ્રારા કરવામાં આવી છે.
હર ઘર તિરંગા કાર્યક્રમ સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જેમાં તિરંગો લહેરાવાનાં સમયે તિરંગાનું સન્માન જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન રાખવા માટે પણ જિલ્લા સમાહર્તા દ્વારા સૂચન કરવામાં આવ્યું છે. સૌથી ઉપર કેસરી રંગ, ત્યારબાદ સફેદ અને અંતમાં લીલો રંગ રહે તે ક્રમ જાળવવો ખાસ જરુરી છે. ધ્વજનું અપમાન ન થાય તેનુ ધ્યાન રાખીવુ આપણી નૈતિક ફરજ છે. રાષ્ટ્રની આન બાન અને શાન એવાં તિરંગાનું સન્માન જળવાઈ રહે તે જરૂરી છે. આવો હર ઘર તિરંગા અભિયાનને સાચા અર્થમાં સાર્થક કરીએ અને શાનથી ધ્વજ ફરકાવીએ.
બાઈટ :-સુપ્રીતસિંઘ ગુલાટી (કલેકટર, પાટણ)