સુરત ખાતે ઇતિહાસ રચાયો!, આકાશ ચૌધરીએ 11 બોલમાં 50 રન ફટકારી અર્ધસતકનો રેકોર્ડ તોડ્યો!

સુરત ખાતે ઇતિહાસ રચાયો: આકાશ ચૌધરીએ 11 બોલમાં 50 રન ફટકારી ફર્સ્ટ-ક્લાસનો સૌથી ઝડપી અર્ધસતકનો રેકોર્ડ તોડ્યો!
સી.કે. પીઠાવાલા સ્ટેડિયમ ખાતે રણજી ટ્રોફીની એક મેચમાં મેઘાલય તરફથી રમી રહેલા 25 વર્ષીય ક્રિકેટર આકાશ ચૌધરીએ ઇતિહાસ રચી દીધો છે. અરુણાચલ પ્રદેશ સામેની મેચમાં આકાશે માત્ર 11 બોલમાં અણનમ 50 રન ફટકારીને ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારવાનો વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
મૂળભૂત રીતે ફાસ્ટ બોલર તરીકે જાણીતા આકાશે 8મા ક્રમે બેટિંગમાં ઉતરીને છગ્ગાની હારમાળા સર્જી દીધી હતી. તેના આ ધાકડ પર્ફોર્મન્સથી સૌ કોઈનું ધ્યાન તેના તરફ ખેંચાયું છે, અને હવે તે ફાસ્ટ બોલિંગ સાથે ઓલરાઉન્ડર તરીકે પણ ઊભરી આવ્યો છે.