હાલોલના નર્મદાનગર ખાતે રહેતા અજયકુમાર આનંદકુમાર ભારવાણી દ્વારા પાટિયાના મુવાડા ગામ સફારી કંપની સામે રહેતા ઉમેશકુમાર દિલીપભાઈ સોલંકી સામે હાલોલ કોર્ટ મા કરેલ ફરિયાદ મુજબ ફરિયાદી ની દુકાનેથી આરોપી અવારનવાર બાંધકામ માટે સળિયા લઈ જતા હોવાથી બંને વચ્ચે મિત્રતા થઈ હતી આ મિત્રતા ભર્યા સંબંધમાં આરોપીએ રૂપિયા એક લાખની રકમની માંગણી કરતા ફરી ફરિયાદીએ રૂપિયા એક લાખ હાથ ઉછીના આપ્યા હતા જે રકમ બે માસમાં પરત આપી દેવાનો પાકો ભરોસો આપ્યો હતો. ત્યારબાદ આરોપીએ ફરિયાદીને બેંક ઓફ બરોડા ચંદ્રપુરા શાખાનો એક લાખ રૂપિયા નો ચેક તા ૦૯/૦૪/૨૩ ના રોજ નો આપ્યો હતો જે ચેક ફરિયાદી એ પોતાની બેંકમાં જમા કરાવતા ભંડોળને કારણે રીટર્ન થયો હતો. જે બાદ આરોપીને નોટિસ આપી અને ત્યારબાદ હાલોલ ના એડિશનલ ચીફ જયુ મેજિસ્ટ્રેટ સમક્ષ ચેક રીટર્ન અંગે ફરિયાદ નોંધાવી હતી. આરોપી તરફે એડવોકેટ કે ડી મલેક હાજર રહ્યા હતા. ઉલટ તપાસમાં ફરિયાદીએ પોતાની કોઈ આવક દર્શાવતો પુરાવો રજૂ કર્યો નથી અને પોતાના નામે કોઈ ધંધો કરતા નથી પણ માતાના નામે ધંધો હોવાનું પણ સ્વીકારેલ છે. આરોપી પાસેથી સીતેર હજાર મળ્યા હોવાનો સ્વીકાર કર્યો હતો. પોતે જે માલ આરોપીને આપ્યો હતો તે ભાવિનભાઈ બ્રહ્મભટ્ટ મારફતે આપ્યો હતો.ફરિયાદી અને આરોપી વચ્ચે મધ્યસ્થ એવા ભાવિનભાઈ ની જુબાનીમા જણાવેલ કે આરોપીએ ફરિયાદીને સિયોરિટી પેટે એક ચેક માત્ર સહી કરીને આપ્યો હતો જ્યારે ફરિયાદી આ હકીકતનો ઇનકાર કરે છે. વધુમાં ફરિયાદીએ ફરિયાદમાં ક્યાંય પણ ભાવિનભાઈ નો ઉલ્લેખ કર્યો નથી સમગ્ર બાબતે એડવોકેટ જે બી જોશી ની દલીલો આધારે ફરિયાદ પક્ષ પોતાનું લેણું પુરવાર કરવામાં નિષ્ફળ રહેતા હોય હાલોલના એડી ચીફ જયુ મેજિસ્ટ્રેટ આર બી જોશી દ્વારા આરોપીને નિર્દોષ જાહેર કરી છોડી મૂકવાનો આદેશ આપ્યો છે.