અમદાવાદમાં બોપલ પોલીસે શીલજ પાસે આવેલા ઝેફાયર ફાર્મમાં ચાલી રહેલી વિદેશી સ્ટાઇલ રેવ પાર્ટી પર દરોડા પાડયા હતા.

શિલજમાં ઝડપાઈ રેવ પાર્ટી માં 13 NRI સહિત 2 ભારતીયો નશામાં ધૂત ઝડપાયા!

₹700થી લઈને ₹15,000 સુધીની એન્ટ્રી ફી, અનલિમિટેડ દારૂ અને હુક્કાનું હતું આયોજન!

પોલીસે સ્થળ પરથી દારૂ અને હુક્કાનો જથ્થો જપ્ત કરી, તમામ આરોપીઓની ધરપકડ કરી, મોટા ભાગના NRI આફ્રિકન દેશના.

લોકોને આમંત્રિત કરવા પોસ્ટરો પણ છપાવ્યા હતા, જેમાં દારૂ પાર્ટીનો ખુલ્લેઆમ ઉલ્લેખ હતો.

પોસ્ટરમાં દારૂ પીવાનો ઉલ્લેખ

₹15,000 માં 5 માણસો માટેનું રાઉન્ડ ટેબલ સાથે 1 બ્લેક લેબલ અને એક મેટલ બુક કરવાની પણ ઓફર આપી હતી.

સોલા સિવિલ ખાતે ચેકઅપ

તમામ 15 આરોપીઓની ધરપકડ બાદ સોલા સિવિલ ખાતે મેડિકલ ચેકઅપ માટે લઈ આવવામાં આવ્યા હતા, તમામ વિરુદ્ધ FIR નોંધવામાં આવી.