હિંમતનગર (રાહુલ પ્રજાપતિ)
વર્ષ ૨૦૧૬ માં ગાભોઇ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ હિંમતનગર તાલુકાના શેરડીટીંબા ગામમાં દરજી પરીવારના દંપતીની હત્યા કરાઈ હતી. ત્યારબાદ હિંમતનગરની કોર્ટમાં એક ગુનેગારને જન્મટીપની સજા અપાયા બાદ ભોગ બનનાર પરિવારનું વહીવટીતંત્ર ધ્વારા ધનતેરસના દિવસે શેરડીટીંબા ગામે પુનઃસ્થાપન કરાવાયું હતુ.
આ અંગેની વિગત એવી છે કે વર્ષ ર૦૧૬માં ગાંભોઈ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ શેરડીટીંબા ગામે રહેતા દરજી જ્ઞાતિના એક દંપતીની ગામના જ એક યુવાને કરપીણ હત્યા કરી હતી ત્યારબાદ તત્કાલીન સમયે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરીયાદ બાદ પોલીસે ગામમાં રહેતા અરવિંદ અમૃતભાઈ પ્રજાપતિને પોલીસે ધરપકડ કર્યા બાદ સમગ્ર કેસની પુરી તપાસ કરી તેની ચાર્જશીટ હિંમતનગરની કોર્ટમાં રજૂ કરી હતી. જે અંગેનો કેસ તાજેતરમાં ચાલી જતાં ન્યાયાધીશે અરવિંદ પ્રજાપતિને ગુનેગાર ઠેરવી જન્મટીપની સજા ફટકારી હતી.
ત્યારબાદ કોર્ટે ભોગ બનનારના પરિવારના ચાર સભ્યારને વિકટીમ કોમપનસેસન યોજના હેઠળ વળતર મંજુર કરવા જિલ્લા કાનુની સેવા મંડળ હિમતનગરને ભલામણ કરાઈ હતી. દરમ્યાન જિલ્લા કલેકટર, પોલીસવડા, સિવીલ સર્જન સમક્ષ ભૂતકાળમાં ભોગવેલ માનસિક તથા સામાજિક યાતના તથા જીવન નિર્વાહની કઠીનાઇઓની હકીકતો બયાન કરેલ તથા યોગ્ય તે વળતર બાબતે રજુઆત કરેલ હતી સાથોસાથ આ ડબલ મર્ડરના બનાવ બાદ વૃદ્ધ દાદા દાદી તથા હાલ કોલેજમાં અભ્યાસ કરતા યુવાન પૌત્ર અને પૌેત્રી જેઓ પોતાનું ઘર અને ખેતીની જમીન છોડીને ખેડ ગામે ભાડાના ગાંભોઇ પોલીસે શનિવારે મહત્તમ વળતર મળવાપાત્ર હોવાથી તેમનું ગામમાં પુનઃસ્થાપન કરાવાયું હતુ.