કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં ગણેશ મંડળના સંચાલકો સાથે. બેઠક યોજાઇ

કલેક્ટરશ્રી અને જિલ્લા પોલીસ અધીક્ષકશ્રીએ વિસર્જન શાંતિથી યોજાય અને નિયત સમય મર્યાદામા પૂર્ણ કરવા નાગરિકોને અપીલ

દાહોદ, તા.૭ : જિલ્લા સેવા સદન ખાતે આવેલા સભાગૃહમાં આજે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં ગણેશ મંડળના સંચાલકો સાથેની બેઠક યોજાઇ હતી. બેઠકમાં ગણેશ વિર્સજનના સ્થળ બાબતે ગણેશ ઉત્સવના આયોજકો સાથે સર્વસંમતિ સાધવામાં આવી હતી. જેમાં દાહોદ પરેલ વિસ્તારમાં આવેલ સાત બંગલા ખાતે આવેલા તળાવ ખાતે ગણેશ વિર્સજન માટેનું સ્થળ ઠરાવવામાં આવ્યું હતું.

        બેઠકમાં કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ જણાવ્યુ કે, ઉક્ત સ્થળે નાગરિકો સરળતાથી ગણેશ વિર્સજન કરી શકે તે માટેની તમામ સુવિધાઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરી આપવામાં આવી છે. તેમજ નગરમાં ગણેશ વિર્સજન માટેનો રૂટ પણ જળવાઇ રહેશે. આ સ્થળ અત્યારના તબક્કે તમામ રીતે ગણેશ વિર્સજન માટે યોગ્ય છે અને પ્રશાસન દ્વારા અહીં ટ્રાફિક વ્યવસ્થા સહિતની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવશે.

          કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી અને જિલ્લા પોલીસ અધીક્ષક શ્રી બલરામ મીણાએ વિસર્જન શાંતિથી યોજાય અને નિયત સમય મર્યાદામા પૂર્ણ થાય એવી દાહોદના નાગરિકોને અપીલ કરી હતી.

    તંત્ર દ્વારા નક્કી કર્યા મુજબ આ અંગેનો રૂટ આ મુજબ રહશે. જેમાં સ્ટેશન રોડ દાહોદ થી નીકળી બિરસામુંડા સર્કલ, ભગિની સમાજ, નગરપાલિકા ચોક, એમ. જી. રોડ થઈ તળાવ ચોક, ગોધરા રોડ, આઝાદચોક થી પરેલ ચાર રસ્તા,

પરેલ સાત રસ્તા, પરેલ ત્રણ રસ્તા પરેલ ફિલ્ટર સાઈડ થઈને વિસર્જન તળાવે પહોંચશે.           

      બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા, એએસપી શ્રી જગદીશ બાંગરવા , નગર પાલિકા પ્રમુખ સુશ્રી રીનાબેન પંચાલ, નિવાસી અધિક કલેક્ટર શ્રી એ.બી. પાંડોર, સહિતના અધિકારીશ્રીઓ, અગ્રણી શ્રી સુધીરભાઇ લાલપુરવાલા તેમજ ગણેશ મંડળના આયોજકો ઉપસ્થિત રહ્યાં હતા.

૦૦૦