ગુજરાતના રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સુદૃઢ અને સુવિધાયુક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે કુલ 124 જેટલા પ્રોજેક્ટ્સ માટે રૂ. 7737 કરોડની ફાળવણી કરી

ગુજરાતના રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સુદૃઢ અને સુવિધાયુક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે કુલ 124 જેટલા પ્રોજેક્ટ્સ માટે રૂ. 7737 કરોડની ફાળવણી કરી. જે અંતર્ગત, રૂ. 5576 કરોડના ખર્ચે 9 ‘ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર’નું નિર્માણ કરાશે. રૂ. 1147 કરોડના ખર્ચે વિવિધ માર્ગોને ક્લાઈમેટ રિઝિલિયન્ટ અને નવી ટેક્નોલોજીયુક્ત બનાવાશે. રૂ. 986 કરોડના ખર્ચે વિવિધ રસ્તાઓ પર રોડ રિસરફેસિંગના કામો હાથ ધરાશે. આ વર્ષના બજેટમાં, સરકારે 12 નવા હાઈસ્પીડ કોરિડોર વિકસાવવાની જાહેરાત કરી હતી. જેના ભાગરૂપે 809 કિલોમીટર લંબાઈના 9 કોરિડોરના નિર્માણની મંજૂરી આપી દીધી છે. આના લીધે, ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓ પર વાહનવ્યવહાર વધુ ઝડપી અને સલામત બનશે. તેમજ, PM ગતિશક્તિ હેઠળ, લોજિસ્ટિક્સ કાર્યક્ષમતામાં સુધારો અને ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે. તથા, આ કોરિડોર્સની આસપાસના વિસ્તારોમાં આર્થિક વિકાસ અને વેપાર-ઉદ્યોગને પ્રોત્સાહન મળશે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નાગરિકોના ‘ઈઝ ઓફ લિવિંગ’ પર ભાર મૂક્યો છે. જેમાં ટ્રાન્સપોર્ટેશનની સરળતા પણ મહત્ત્વનો આયામ છે. રાજ્ય સરકાર આ માટે ભવિષ્યની વસતી અને જરૂરિયાતોને ધ્યાને રાખીને આધુનિક ટેક્નોલોજી દ્વારા રસ્તાઓનું નિર્માણ કરી રહી છે.
 
  
  
  
   
  