વિકાસ સપ્તાહ ગુજરાત ૨૦૨૫: યુવા સશક્તિકરણ કાર્યક્રમ ( રાજ કાપડિયા 9879106469 - સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો)દાહોદની જનરલ નર્સિંગ સ્કૂલ જનરલ હોસ્પિટલ ખાતે જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી સુધીર જોશીની અધ્યક્ષતા હેઠળ કાર્યક્રમ યોજાયો
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ ગુજરાતની વિકાસ યાત્રાના ૨૪ વર્ષની સિદ્ધિની ઉજવણીના ભાગરૂપે, રાજ્યભરમાં તારીખ ૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન 'વિકાસ સપ્તાહ ગુજરાત ૨૦૨૫' નું આયોજન કરવામાં આવ્યું. આ ઉજવણીના પ્રથમ દિવસે, 'યુવા સશક્તિકરણ'ની થીમ હેઠળ, દાહોદ ખાતે આવેલી સરકારી નર્સિંગ સ્કૂલમાં એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભાવિ નર્સો અને આરોગ્યકર્મીઓને 'વિકસિત ભારત @ ૨૦૪૭'ના સંકલ્પમાં સક્રિય યોગદાન આપવા પ્રેરિત કરવામાં આવ્યા હતા. દાહોદની નર્સિંગ સ્કૂલના આ યુવા સશક્તિકરણ કાર્યક્રમનું મુખ્ય ધ્યાન 'નવતર સ્વાસ્થ્ય કૌશલ્ય થકી રાષ્ટ્ર નિર્માણ' પર કેન્દ્રિત હતું. કાર્યક્રમનો ઉદ્દેશ્ય યુવાનોને માત્ર સારવાર આપનાર નહીં, પરંતુ સમુદાયના સ્વાસ્થ્ય માર્ગદર્શક અને નેતા તરીકે તૈયાર કરવાનો હતો. મુખ્ય મહેમાન તરીકે જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી ડો. સુધીર જોષી તથા હોમિયોપેથી મેડિકલ ઓફિસર ડૉ. મોના રાઠવા,નર્સિંગ સ્કૂલ ના આચાર્ય શ્રી નિકિતાબેન નિનામા ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમ પ્રાર્ંભ મુખ્ય મેહમાન શ્રી ડૉ. સુધીર જોશી દ્વારા દીપ પ્રાગટ્ય થી કરવામા આવી ત્યાર બાદ વિદ્યાર્થિયો દ્વાર યુવા સશક્તિકરણ વિષય ઉપર પોસ્ટર, રંગોળી તથા વક્તવ્ય રજુ કરવમા આવ્યા ત્યારબાદ મુખ્ય મેહમાન શ્રી ડૉ. સુધીર જોષી દ્વારા વિદ્યાર્થીઓ ને કૌશલ્ય વિકાસ, વ્યસનમુક્તિ,૧૧ શક્તિ અને નબળાઈઓ,30 સારી ટેવો જેવો વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવમા આવ્યુ તથા સૌએ 'ભારત વિકાસ પ્રતિજ્ઞા' લીધી. ડૉ. સુધીર જોષીએ યુવાનો રાષ્ટ્ર નિર્માણ માટે કેવી રીતે યોગદાન આપી શકે તે સમજાવ્યું, તેમજ તેમને વિકસિત ભારત અભિયાન માટે પ્રેરિત અને પ્રોત્સાહિત કર્યા.