અમદાવાદના યુવકને અન્ય ચાલીમાં જવું ભારે પડ્યું. વાત કરીએ અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારની, શાહીબાગ્માં આવેલી સિવિલ હોસ્પિટલમાં એક યુવકની કરપીણ હત્યા કરવામાં આવી, લાંબા સમયથી ચાલી રહેલી અદાવતની વચ્ચે યુવક આરોપીઓના વિસ્તારમાં પહોંચતા ઝઘડો થયો અને ત્રણ શખ્સોએ ભેગા મળી યુવકને મોતને ઘાટ ઉતારી દીધો.
શાહીબાગ પોલીસે ભાવેશ ભીલ, મેહુલ ભીલ અને કરણ ભીલ નામના આરોપીની ધરપકડ કરી છે. આ ત્રણેય શખ્સોએ ભેગા મળીને સુરેશ ભીલ નામના યુવકને મોતને ઘાટ ઉતારી નાખતા તેઓની ધરપકડ કરવામાં આવી