ahemedabad: રાણીપ વિસ્તારમાં સામાન્ય રકમની લેતી દેતીમાં મિત્રોએ જ કરી મિત્રની હત્યા
અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા અંધ કલ્યાણ કેન્દ્ર પાસે 8 ઓક્ટોબરના રોજ રાત્રિના સમયે નરેશ ઠાકોર નામના યુવકની ચાર શખ્સોએ હત્યા નિપજાવી છે. નરેશ ઠાકોરનો જન્મદિવસ હોવાથી તે સાંજના સમયે તેના મિત્ર અભિષેક નિશાદ, દિલીપ ઉર્ફે કાંચો, સુજલ દરબાર અને રવિ ધોબી સાથે જમવા માટે જઈ રહ્યો હતો. જે દરમિયાન એક મિત્રએ જમવા જવાની ના પાડતા રસ્તા વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. તે દરમિયાન પ્રેમ ઠાકોર, રિતિક ઠાકોર, રીતીક સાગરા અને સુમિત રજક ત્યાં આવી પહોંચ્યા હતા. ત્યારે ચારે જણાએ નરેશ ઠાકોર સાથે અગાઉના ઝઘડાની અદાવત રાખી માર્યો હતો અને ફરીથી જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારી નાખ્યો હતો.