હાલોલ ખાતે રહેતા આસિફશાહ મહેમુદશાહ દીવાન દ્વારા તા.૦૯/૦૧/૨૦૨૩ ના રોજ તેઓના કાકાના દીકરા આબીર મહંમદ મુનાફસા દિવાને માં બેન સમાણી ગંદી ગાળો બોલી તને હું ઉઠાવી લઈશ એમ કહી ગડદા પાટુ નો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી લોખંડની પાઇપ ડાબી આંખ પર મારી ઈજાઓ કરતા હાલોલ ટાઉન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો જે બાબતે ચાર્જશીટ થતા આરોપી તરફે એડવોકેટ અફસર એસ દિવાન હાજર થયા હતા અને ફરીયાદી ની ઉલટ તપાસ કરતા ફરિયાદીના કાકા ફિરોઝશાહે મકાન બાબતે ફરિયાદી સામે લેન્ડ ગ્રેબિંગ ની ફરિયાદ કરેલી છે અને તેમાં આરોપી આબીર મહંમદ મુનાફસા દિવાને ફરિયાદી વિરુદ્ધ સોગંધનામું કરેલ છે અને સોગંધનામું કર્યા બાદ ફરિયાદી અને આરોપી વચ્ચે બોલચાલ નથી ઉપરાંત આરોપીએ પણ ફરિયાદી વિરુદ્ધ ડીવાયએસપી અને એસપી ઓફિસે અરજી આપી છે તથા હાલની ફરિયાદ સામે કોશીંગ પીટીશન કરેલ છે જે પડતર છે. તથા ફરિયાદીએ પોતાની ફરિયાદમાં ડાબી આંખે ઇજાઓ પહોંચી હોવાનું જણાવ્યું છે જ્યારે મૌખીક પુરાવામાં જમણી આંખે ઈજાઓ પહોંચી હોવાનું જણાવેલ છે.વધુમાં ઈજાગ્રસ્ત ફરિયાદીની સારવાર કરનાર ડોક્ટર સાહનવાજ ની જુબાનીમાં દર્દી તથા સગા એ બાઇક પર થી પડી જતા ઈજાઓ પહોંચી હોવાનું જણાવ્યું હોવાનું કહેલ હતુ. સમગ્ર બાબતે આરોપી તરફે એડવોકેટ અફસર એસ દિવાન ની દલીલો ધ્યાને લઈને હાલોલના એડી ચીફ જયુ મેજિસ્ટ્રેટ આર બી જોશી દ્વારા ફરિયાદી અને આરોપી વચ્ચે અગાઉની તકરારો અને એકબીજા વિરુદ્ધ ફરિયાદ, અરજીઓ આપી હોવાનું તથા દિવાન જ્ઞાતિના કબ્રસ્તાન ના ટ્રસ્ટી બનવા બાબતે પણ બન્ને વચ્ચે મનદુખ હોવાનુ ફ્લીત થતુ હોય ફરિયાદ પક્ષ પોતાનો કેસ નિશંકપણે પુરવાર કરવામાં નિષ્ફળ ગયેલ હોય આરોપી આબીર મહંમદ મુનાફસા દિવાન રે રહીમ કોલોની હાલોલ નાઓને ઈપીકો કલમ ૩૨૩,૫૦૪,૫૦૬(૨) તથા જીપી એક્ટ ની કલમ ૧૩૫ ના ગુનામાંથી શંકાનો લાભ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  नवागत कलेक्टर ने की योजनाओं के क्रियान्वयन की समीक्षा 
 
                       
 
पन्ना :नवागत कलेक्टर हरजिंदर सिंह ने मंगलवार को पूर्वान्ह में कलेक्टर पद का पदभार...
                  
   કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી એ ડ્રગ્સ મામલે ગુજરાત સરકાર પર  આકરા પ્રહારો કર્યા 
 
                      કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને ડ્રગ્સ મામલે ગુજરાત સરકાર પર પ્રહારો કર્યા છે, ...
                  
   કરમડ ગામે પ્રેમસંબંધનો આક્ષેપ કરી 16 લોકોએ મહિલાને માર માર્યો 
 
                      ચુડા તાલુકાના કરમડ ગામે રહેતા લાભુબેન ઉર્ફે બબુબેન મેણીયાના પુત્રને ગામમાં રહેતા એક પરિવારની...
                  
   আধাৰ পঞ্জীয়ন সন্দৰ্ভত উপায়ুক্তৰ কাৰ্যালয় কক্ষত বৈঠক গোলাঘাট জিলাৰ উপায়ুক্তৰ 
 
                      গোলাঘাট জিলাৰ উপায়ুক্ত ডাঃ পি উদয় প্ৰবীণে আজি আধাৰ পঞ্জীয়ন সন্দৰ্ভত উপায়ুক্তৰ কাৰ্যালয়...
                  
   চৰাইদেউ জিলাত দেৱালীৰ নিশা সংঘটিত হয় এক অঘটন 
 
                      চৰাইদেউ জিলাত দেৱালীৰ নিশা সংঘটিত হয় এক অঘটন
জ্বলি চাৰখাৰ হল গোহালীৰ গৰু , গড়ালৰ গাহৰি, হাহ...
                  
   
  
  
  
  