પાલનપુરના હનુમાન ટેકરી ઢાળ પર રાત્રિના સમયે રવિવારે અકસ્માત સર્જાયો હતો. જેમાં મૂળ ભૂતેડી ગામના વતની અને એગોલા રોડ પર આવેલ રાજ રેસીડેન્સમાં રહેતાં હર્ષિલ જયેશભાઇ મોદી (ઉં.વ.આ. 18) બાઇક પર આવી રહ્યો હતો.
ત્યારે પાછળથી આવેલી અજાણ્યા ટ્રકે હર્ષિલની બાઇકને ટક્કર મારી હતી. જેના કારણે હર્ષિલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રક ચાલક ઘટનાસ્થળેથી ટ્રક લઈને ફરાર થઇ ગયો હતો. જેથી પરિવારમાં શોક છવાયો હતો.